Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

ખામટામાં આનંદોત્‍સવ

રાજકોટઃ શ્રીમતી એમ.જે.માલાણી એજયુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ ખામટા અને બોલબાલા ચેરીટેબલ ટ્રસ્‍ટના સહકારથી શ્રી કન્‍યા છાત્રાલય-ખામટામાં આનંદોત્‍સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યુ હતું. રાજકોટથી ૩૫૦થી પણ વધુ વડીલો માટે રમત-ગમત, સંગીત સંધ્‍યા, ફ્રી મેડીકલ ચેક-અપ, આયુર્વેદિક દવા વગેરે પ્રવૃતિઓ કરવામાં આવેલ હતી. હિમોગ્‍લોબિન ટેસ્‍ટિંગ, હેર કટિંગ, નેઇલ આર્ટ, માર્ગ સલામતી બાબતે, ડ્રાઇવિંગ લાયસન્‍સ મેળવવાની પધ્‍ધતિ બાબતે તેમજ ગુડ સેમિટિરયલ બાબતે શ્રી જે.વી.શાહ નિવૃત સીઇઓ રોડ સેફટી ઓથોરિટી ગુજરાત દ્વારા માર્ગદર્શન પુરુ પાડવામાં આવેલ હતું.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંકુલના મેનેજીંગ ટ્રસ્‍ટી શિવલાલભાઇ ગઢીયા, સહમંત્રી હંસરાજભાઇ લીંબાસીયા, સરદાર પટેલ સોશ્‍યલ ગ્રુપના પ્રમુખ ડો.પી.જે.પીપરીયા, ગોરધનભાઇ શીંગાળા, જયેશભાઇ ઉપાધ્‍યાય, કોલેજના પ્રિન્‍સિપાલ ચેતનાબેન ઠુંમર, હોસ્‍ટેલના ગૃહમાતા સેજલબેન રામાણી તેમજ સંકુલનો તમામ સ્‍ટાફ અને વિદ્યાર્થીઓએ જહેમત ઉઠાવી હતી.

(12:09 pm IST)