Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

ખંભાળીયાના વડાલીયા સિંહણ રાવારી વાડી વિસ્‍તારમાં દારૂ સાથે ૨ ઝડપાયા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા,તા. ૨૭: પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ રાજકોટ વિભાગ પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય ના. પો. અધિક્ષક હાર્દિક પ્રજાપતિના આદેશથી દારૂ-ચપલા સાથે વડાલીયા સિંહણ રાવારી વાડી વિસ્‍તારઓ  મિનલભાઇ ડાડુભાઇ મુરૂભાઇ ભાટીયા (ઉવ.૨૧) ધંધો-ખેતી રહે. વડાલીયા સિંહણ રાવારી વાડી તા.ખંભાળીયા જી.દેવભૂમિ દ્વારકા, લખમણભાઇ ઉર્ફે લખન દેવશીભાઇ ચાવડા (ઉવ.૩૦) ધંધો-મજુરી રહે વડાલીયા સિંહણ ગામ તા. ખંભાળીયા જી.દેવભૂમિ દ્વારકાની ધરપકડ કરી છે.

આ કામગીરી પોલીસ ઇન્‍સપેકટર ડી.એમ.ઝાલા, પો. હેડ કોન્‍સ. હેમતભાઇ નથુભાઇ નંદાણીયા, પો. હેડ કોન્‍સ. ખીમાભાઇ કેશુરભાઇ કરમુર, પો.કોન્‍સ. જેઠાભાઇ સોમાભાઇ પરમાર, પો.હેડ કોન્‍સ. દિવ્‍યરાજસિંહ પૃથ્‍વીરાજસિંહ જાડેજા, પો.હેડ કોન્‍સ. વિરેન્‍દ્રસિંહ નટુભા જાડેજા, પો.કોન્‍સ. યોગરાજસિંહ દિલીપસિંહ ઝાલા, પો.કોન્‍સ કાનાભાઇ રાણાભાઇ લુણાએ કરી છે.

(1:29 pm IST)