Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

મોરબી જીલ્લા કક્ષાના પ્રજાસતાક પર્વની હળવદમાં ઉજવણી

કલેકટર જી.ટી.પંડયાના હસ્‍તે ધ્‍વજવંદનઃ મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં સેવા આપનારાનુ સન્‍માન

(દીપક જાની દ્ધારા) હળવદ, તા.૨૭: પ્રજાસત્તાક પર્વ નિમિત્તે આન, બાન, શાન સાથે લહેરાયો તિરંગો. જ્‍યારે હળવદમાં જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ગરીમાંસભર ઉજવણી કરાઈ હતી. આ ઉપરાંત  ન્‍યાય કોર્ટ , રાજકોટ નાગરિક સહકારી બેંક હળવદ શાખા, ખાનગી શાળાઓ, કોલેજ સહિતની સંસ્‍થાઓમાં ગૌરવભેર ધ્‍વજવંદન કરાયું હતું.

મોરબીમાં ઝૂલતાપૂલની દુર્ઘટનાને લઈને બેન્‍ડબાઝા વગર એકદમ સદાયથી  ૨૬મી જાન્‍યુઆરી પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોરબી જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી હળવદમાં આવેલ એપીએમસી ખાતે કરવામાં આવી હતી. મોરબી જિલ્લા કલેકટર જી.ટી પંડ્‍યાએ રાષ્‍ટ્રધ્‍વજને સલામી આપી હતી. તેમજ પોલીસ જવાનોની શિસ્‍તબદ્ધ પરેડ યોજાઇ હતી. સાથે સાથે મોરબીમાં સર્જાયેલ દુર્ઘટનામાં ઉમદા સેવા બજાવનારને સન્‍માન પત્ર આપી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. આ તકે જિલ્લા કલેકટર જી.ટી પંડ્‍યા, જિલ્લા પોલીસવડા રાહુલ કુમાર ત્રિપાઠી ,ધારાસભ્‍ય પ્રકાશભાઈ વરમોરા, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ,, અધિક કલેક્‍ટર એન.કે. મુછાર, એપીએમસી ના ચેરમેન રણછોડભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્‍ય પરસોતમભાઈ સાબરીયા, મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી રણછોડભાઈ દલવાડી, શહેર ભાજપ પ્રમુખ કેતનભાઇ દવે, વાસુદેવભાઈ પટેલ,હળવદ પોલીસ મથકના પીઆઇ એમ.વી.પટેલ સહિતના હાજર રહ્યા હતા.

(1:31 pm IST)