Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

સાવરકુંડલા તાલુકાના નેસડીમાં સૌથી વધુ શિક્ષિત દિકરીના હસ્‍તે ધ્‍વજવંદન

સાવરકુંડલા : પ્રજાસત્તાક દિન નિમિતે શ્રી નેસડી પ્રા.શાળાના ધ્‍વજવંદન કાર્યક્રમ રાખવામાં આવ્‍યો. ેતમજ શાળાના બાળકોએ વિવિધ સાંસ્‍કૃતિક કાર્યક્રમો રજુ કર્યા હતા. તેમજ સરસ્‍વતી વંદના કરવામાં આવી. દેશ કે નામ દીકરીને સલામ કાર્યક્રમ અંતર્ગત સૌથી વધુ ભણેલી દીકરી દ્વારા રાષ્‍ટ્રધ્‍વજ ફરકાવવામાં આવ્‍યો. એક વર્ષ દરમિયાન જન્‍મેલી દિકરીઓને સ્‍મૃતિ પત્ર આપી સન્‍માન કરવામાં આવ્‍યું. આ કાર્યક્રમ ગામના આગેવાનો અને વિશાળ સંખ્‍યામાં વાલી ગણ ઉપસ્‍થિત રહ્યા હતા. અને બાળકોને પ્રોત્‍સાહિત કર્યા હતા. (તસ્‍વીર-અહેવાલઃ દિપક પાંધી-ઇકબાલ ગોરી-સાવરકુંડલા)

(1:33 pm IST)