Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

મોરબી જીલ્લા કલેકટરના હસ્‍તે જીલ્લા માહિતી કચેરીની ટીમનું સન્‍માન કરાયુ

 મોરબી : હળવદ ખાતે યોજાયેલા ૭૪ માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી અન્‍વયે શ્રેષ્ઠ કામગીરી કરનાર કચેરીઓ, અધિકારી/કર્મચારી, નાગરિકો તથા સંસ્‍થાઓનું વિશિષ્ટ સન્‍માન કરવામાં આવ્‍યું હતું. જે અંતર્ગત ઝૂલતા પુલ દુર્ઘટના સમયે સકારાત્‍મક કામગીરી કરવા માટે થતા દુર્ઘટના સમયે અને ત્‍યાર બાદ સંપૂર્ણ બચાવ કામગીરીની પળેપળની વિગતો, ફોટોગ્રાફ અને વીડિયો ત્‍વરિત સરકાર તેમજ મીડિયા સુધી પહોંચવાડવાની શ્રેષ્ઠ કામગીરી બદલ કલેક્‍ટર જી.ટી.પંડ્‍યાના હસ્‍તે પ્રશસ્‍તિ પત્ર એનાયત કરી વિશિષ્ટ બહુમાન કરવામાં આવ્‍યું હતું. મોરબી જિલ્લા માહિતી કચેરીના સહાયક માહિતી નિયામક ઘનશ્‍યામ પેડવા, માહિતી મદદનીશ બળવંતસિંહ જાડેજા, કેમેરામેન ભરતભાઈ ફૂલતરિયા, ફોટોગ્રાફર પ્રવિણભાઈ શનાળીયા, અન્‍ય સ્‍ટાફ જયેશ વ્‍યાસ તથા અજય મુછડિયા સહિતના ઉપસ્‍થિતોએ આ સન્‍માન સ્‍વીકાર્યું હતું.(તસ્‍વીર-અહેવાલ : પ્રવિણ વ્‍યાસ મોરબી)

(1:34 pm IST)