Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

ધારાસભ્‍ય જનકભાઈ તળાવીયા અને નગરપાલિકાના પ્રમુખ લલીતભાઇ આંબલીયાની દરમિયાનગીરી થી બાબરાને પીવાનું પાણી આજથી મળશે

(દિપક કનૈયા દ્વારા) બાબરા,તા.૨૭: બાબરા પીજીવીસીએલ દ્વારા નગરપાલિકાના પાણી પુરવઠા બોર્ડ નું વીજ કનેકશન કાપી નાખવામાં આવ્‍યું હતું જેને લઇ બાબરા શહેરની પાણી સમસ્‍યા ઉભી થાય હતી ચાર દિવસ પાણી વિતરણ બંધ થતાં શહેર માં અફરાતફરી મચી ગઇ હતી જેબાબતે બાબરા લાઠી ના જાગળત ધારાસભ્‍ય જનકભાઈ તળાવીયા અને નગરપાલિકાના પ્રમુખ પ્રતિનિધિ લલીતભાઇ આંબલીયાની દરમિયાનગીરીથી આજે ફરીથી બાબરા શહેરને પીવાનું પાણી આજથી ફરી શરૂ કરી દેવામાં આવ્‍યું છે પીજીવીસીએલ ના કર્મચારી સાથે વાતચીત કરી ટુંકસમયમાં બીલ ની ભરપાઈ કરવામાં આવશે સાથે શહેરની જનતાને ખાસ અપીલ કરવામાં આવી છે કે ધર વેરો દુકાન વેરો ભરી દેવો તેવો અનુરોધ કર્યો હતો.

(1:35 pm IST)