Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

જૂનાગઢના જય ગઢીયાએ ગિરનારની ટોચ પર ત્રિરંગો લ્‍હેરાવ્‍યો

જૂનાગઢ : દેશભરમાં પ્રજાસતાક પર્વની ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવેલ ત્‍યારે જૂનાગઢ રઘુવંશી સમાજના સેવાભાવી અગ્રણી અને કાળવા ચોકમાં આવેલ વિહાર રેસ્‍ટોરન્‍ટના સંચાલક નવીનભાઇ ગઢીયાના પુત્ર જેનામાં હમેંશા કાંઇક નવું કરવાની પ્રબળ લાગણી રહી છે. તેવા દેશપ્રેમી યુવાન જય ગઢીયા છેલ્લા કેટલાક વર્ષોથી પ્રજાસત્તાકપર્વની ગિરનાર પર્વત પર મહાકાળી ટુંક પર જઇ ત્રિરંગો લ્‍હેરાવી અને વંદે માતરમ, ભારત માતા કી જયના નારા સાથે લગાવી આ પર્વની  ઉજવણી કરતા તસ્‍વીરમાં નજરે પડે છે. (અહેવાલ : વિનુ જોષી, તસ્‍વીરઃ મુકેશ વાઘેલા-જૂનાગઢ)

(1:45 pm IST)