Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

સાળંગપુરમાં બ્રહ્મસ્વરૃપ પ્રમુખસ્વામીના સ્મૃતિમંદિરની પ્રતિષ્ઠાવિધિ સંપન્ન

૧૪૦ ફુટ લંબાઇ પહોળાઇ અને ૬૩ ફુટની ઉંચાઇ : ૭૮૩૯ પત્થરોના સંયોજનથી ૧ ઘુમ્મટ, ૪ સામરણ અને ૧૬ ઘુમ્મટીઓનું નિર્માણ : 'બબલ વ્રેપ' પેઇન્ટીંગનું જબરૃ આકર્ષણ : દેશ-વિદેશના હજારો સંતો-ભકતોએ હાજર રહી પ્રમુખસ્વામી મહારાજનાં ચરણોમાં અંજલિ અર્પણ કરી

રાજકોટ : તીર્થધામ સારંગપુરમાં બી..પી.એસ. સ્વામિનારાયણ મંદિરના વિશાળ પરિસરમાં ભવ્ય શિખરબદ્ઘ શ્રીઅક્ષરપુરુષોત્તમ મંદિર અને શ્રી યજ્ઞપુરુષ સ્મૃતિમંદિરના બે ધ્રુવ વચ્ચે હવે ત્રીજું દિવ્ય પ્રેરણા સ્થાન બ્રહ્મસ્વરૃપ પ્રમુખસ્વામી મહારાજનું સ્મૃતિમંદિર ઉમેરાયુ છે. ભગવાન સ્વામિનારાયણના દિવ્ય વૈદિક ઉપાસના-સંદેશના પ્રવર્તન માટે, સમસ્ત માનવજાતના ઉત્કર્ષ માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરીને બ્રહ્મસ્વરૃપ પ્રમુખસ્વામી મહારાજે તીર્થધામ સારંગપુરમાં અંતર્ધાન થવાનો સંકલ્પ કર્યો હતો. તા.૧૩//૨૦૧૬ માં તેઓ અંતર્ધાન થયા. તે પૂર્વે છેલ્લી અવસ્થામાં તેઓએ ઈચ્છા વ્યકત કરેલી કે, ગુરુદેવ બ્રહ્મસ્વરૃપ શાસ્ત્રીજી મહારાજની દ્રષ્ટિ મારા પર રહે અને મારી દ્રષ્ટિ ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ સામે હોય એવા સ્થળે મારો અંતિમવિધિ થાય, તે પ્રમાણે તેઓના દિવ્યવિગ્રહનો અંતિમસંસ્કાર વિધિ કરાયો હતો. આજે સ્થળે પ્રગટ બ્રહ્મસ્વરૃપ મહંતસ્વામી મહારાજની પ્રેરણાથી પ્રમુખસ્વામી સ્મૃતિમંદિર આકાર લઈ ચુકયું છે. પ્રમુખસ્વામી મહારાજે વિશ્વભરમાં ૧૨૦૦ થી વધુ મંદિરોનું નિર્માણ કરી તથા ગાંધીનગર, દિલ્હી અને અમેરિકામાં અક્ષરધામના સર્જન દ્વારા ભારતીય સંસ્કૃતિનું ગૌરવ વધાર્યું છે. તેઓના યુગકાર્યને અંજલી આપવા તેઓના સ્મૃતિમંદિરનું સ્થાપત્ય સ્વરૃપ પણ અક્ષરધામ જેવું રાખવામાં આવ્યું છે. પૂ. પ્રમુખસ્વામી મહારાજ સ્મૃતિમંદિરનો શિલાન્યાસ ૧૭ ડિસેમ્બર ૨૦૧૮માં મહંતસ્વામી મહારાજે કર્યો હતો. પછી સંતો અને હરિભકતોની મહેનતથી ચાર વર્ષમાં સ્મૃતિમંદિર બનીને તૈયાર થયું છે. નાગરાદિ સ્થાપત્યશૈલી ધરાવતા મંદિરની લંબાઈ ૧૪૦ ફૂટ, પહોળાઈ ૧૪૦ ફૂટ અને ઊંચાઈ ૬૩ ફૂટ છે, જેમાં ,૮૩૯ પથ્થરોના સંયોજનથી ઘુમ્મટ, સામરણ અને ૧૬ ઘુમ્મટીઓ આવેલી છે. પોતાના પ્રાણપ્યારા ગુરુહરિ પ્રમુખસ્વામી મહારાજના કલામંડિત મંદિરનો પ્રતિષ્ઠાવિધિ પ્રગટ બ્રહ્મસ્વરૃપ મહંતસ્વામી મહારાજના સાંનિધ્યમાં સારંગપુર ખાતે વસંતપંચમીએ હજારો ભાવિક ભકતોની ઉપસ્થિતિમાં કર્યો હતો. મંદિરના મધ્યમાં આરસ નિર્મિત પ્રમુખસ્વામી મહારાજની મૂર્તિ અક્ષરપુરુષોત્ત્ મહારાજ સાથે બિરાજમાન કરવામાં આવી છે. સદગુરુવર્ય સંત પૂજય ભકિતપ્રિય સ્વામી અને પૂજય ત્યાગવલ્લભ સ્વામી તેમજ વરિષ્ઠ સંતો દ્વારા વૈદિક મહાપૂજા વિધિ સંપન્ન થયો હતો. વૈદિક મહાપૂજાના સહભાગી થવા માટે સમગ્ર વિશ્વમાંથી હજારો હરિભકતો પધાર્યા હતા. ત્યારબાદ પૂ. મહંતસ્વામી મહારાજના હસ્તે સ્મૃતિમંદિરનો મુખ્ય પ્રતિષ્ઠાવિધિ સંપન્ન થયો હતોસંસ્થા દ્વારા શ્નબ્રહ્મસ્વરૃપ પ્રમુખસ્વામી મહારાજ જીવનગાથા નામનું નૂતન ઓડિયો પ્રકાશન પ્રકાશિત કરવામાં આવ્યું હતું. જેમાં પ્રમુખસ્વામી મહારાજના પ્રાગટ્યથી લઈને મહંતસ્વામી મહારાજ દ્વારા તેઓનું પ્રાગટ્ય સુધીની તેઓની જીવનગાથાને સંસ્થાના સંગીતજ્ઞ સંતોએ કાવ્યપંકિતઓ દ્વારા સુંદર સંગીતમય રીતે ગૂંથી રજૂ કરવામાં આવી છે. હાલ પૂર્ણ થયેલ .પૂ.પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવની અંદર સર્વે ભકતોએ પોતાનો ભકિતપૂર્ણ પરિશ્રમ રજૂ કર્યો હતો. જેમાં લંડનના ૧૫૦ જેટલા યુવકો અને યુવતીઓએ ભકિતપૂર્ણ પરિશ્રમ કરી .પૂ.પ્રમુખસ્વામી મહારાજની એક વિશાળ બબલ વ્રેપ પેઈન્ટિંગ તૈયાર કરેલ હતી. બબલ વ્રેપમાંથી બનાવેલ પેઇન્ટિંગ માટે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સે નોંધ લીધી છે. જેની વિશેષતા છે કે ૯૭.૭૮ સ્કવેર મીટર (૧૦૫૨ ચોરસ ફૂટ) ના વિશાળ ચિત્રમાં ,૫૦,૦૦૦ બબલમાં ૩૨૦ જેટલા જુદા જુદા રંગ પૂરી પ્રમુખસ્વામી મહારાજની 'બબલ વ્રેપ' પેઈન્ટિંગ તૈયાર કરવામાં આવી છે. પ્રસંગમાં જોડાયેલા તમામને .પૂ.મહંતસ્વામી મહારાજે આશીર્વાદ પાઠવ્યા હતા.

(3:56 pm IST)