Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

હળવદ યાર્ડના સેક્રેટરી સહીત સાત લોકો સામે એસીબીએ ગુન્હો દાખલ કર્યો : ધરપકડના ભણકારા

યાર્ડમાં લાખો રૂપિયાની છેતરપિંડી ઉચાપત કરવા અંગે યાડના સેક્રેટરી વિપુલ એરવાડીયા સહિત સાત લોકો સામે ગુન્હો : યાર્ડ માં ડુપ્લીકેટ પહોંચ મારફતે ખોટા દસ્તાવેજ બનાવી લાખો રૂપિયાની માર્કેટિંગ શેષ ઉઘરાવી લીધી

હળવદ માર્કેટિંગ યાર્ડમાં લાખો રૂપિયાની છેતરપિંડી ઉચાપત કરવા અંગે યાડના સેક્રેટરી વિપુલ એરવાડીયા સહિત સાત લોકો સામે લાંચ રૂશ્વત વિરોધી ખાતાએ દાખલ ગુનો કર્યો છે, .

2015 ના વર્ષ દરમિયાન માર્કેટિંગ યાર્ડ માં ડુપ્લીકેટ પહોંચ મારફતે ખોટા દસ્તાવેજ બનાવી લાખો રૂપિયાની માર્કેટિંગ શેષ ઉઘરાવી લીધી હોવાનો આરોપ છે આ  તમામ આરોપી ની ધરપકડના ભણકારા વાગી રહ્યાં છે ..

(10:32 pm IST)