Gujarati News

Gujarati News

News of Saturday, 27th February 2021

૧ માર્ચથી જામનગર- વડોદરા વચ્ચે સુપરફાસ્ટ સ્પેશ્યલ ટ્રેન દોડશેઃ કાલથી બૂકીંગ

સપ્તાહમાં પાંચ દિવસ દોડશેઃ જામનગરથી વ્હેલી સવારે ૪:૪૫ વાગે ઉપડશે

રાજકોટ, તા.૨૭: પશ્ચિમ રેલ્વે દ્વારા ૧ માર્ચથી જામનગર- વડોદરા વચ્ચે સપ્તાહમાં પાંચ દિવસ સુપરફાસ્ટ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવાયાનું રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ શ્રી અભિનવ જેફની યાદમાં જણાવાયું છે.ટ્રેન નં.૦૨૯૬૦ જામનગર- વડોદરા સુપરફાસ્ટ સ્પેશ્યલ રવિવાર અને બુધવારને બાદ કરતાં સપ્તાહમાં પાંચ દિવસ જામનગરથી સવારે ૪:૪૫ વાગે રવાના થશે. સવારે ૬ વાગે રાજકોટ અને બપોરે ૧૨:૩૦ વાગે વડોદરા પહોંચશે. આ ટ્રેન ૧ માર્ચથી દોડશે.

તેવી જ રીતે ટ્રેન નં.૦૨૯૫૯ વડોદરા-જામનગર સુપરફાસ્ટ સ્પેશ્યલ રવિવારે અને બુધવારને બાદ કરતાં સપ્તાહમાં પાંચ દિવસ વડોદરાથી બપોરે૩:૩૦ વાગે પ્રસ્થાન કરશે. તે જ દિવસે રાજકોટ ૯:૫૬ વાગે અને જામનગર રાતે ૧૧:૩૫ વાગે પહોચશે. આ ટ્રેન ૧ માર્ચથી આણંદ, નડિયાદ, અમદાવાદ, સાબરમતી, ચાંદલોડિયા, વિરમગામ, સુરેન્દ્રનગર, થાન, વાંકાનેર, રાજકોટ અને હાપા સ્ટેશન ખાતે ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી એકિઝકયુટીવ ચેપકાર અને સેકન્ડ કલાસ સીટીંગ કોચ શામેલ હશે.ટ્રેન નં.૦૨૯૬૦ તથા ૦૨૯૫૯ની બૂકીંગ તા.૨૮ ફેબ્રુઆરીથી પીઆરએસ કાઉન્ટરો અને આઈઆરટીસીની વેબસાઈટ ઉપર શરૂ થશે. વધુ માહિતી માટે www. enquiry. indianrail.gov.in

(2:53 pm IST)