Gujarati News

Gujarati News

News of Saturday, 27th February 2021

ગોંડલ વોર્ડ ૩ ના ભાજપના ઉમેદવાર ભરતસિંહ જાડેજાની પેનલનો પ્રચંડ જનસમર્થન

યુવા-શિક્ષીત ઉમેદવાર અને વિકાસની વણઝારનો કોલ આપનાર

ગોંડલ, તા. ર૭ : ગોંડલ નગરપાલીકા વોર્ડ નં. ૩માં ભાજપના યુવા-શિક્ષીત ઉમેદવાર અને વિકાસની વણઝારનો કોલ આપનાર ભરતસિંહ (વણરાજસિંહ) વજુભા જાડેજાની પેનલનો ઠેર-ઠેર પ્રચંડ જનસમર્થન મળતા તેઓની જીત નિશ્ચિત મનાઇ રહી છે.

ગોંડલના ક્ષત્રિય સમાજની વિવિધ સંસ્થાઓમાં સક્રિય ભૂમિકા ભજવનાર અને શિશુકાળની જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તથા યુવાકાળમાં ભાજપ સાથે જોડાઇને વિવિધ લોકપ્રશ્નો અને અસરકારક રજુઆતો કરી યુવા કાળમાં ૪ લોક સેવકનું બિરૂદ મેળવ્યું છે. સાંસદ રમેશભાઇ ધડુક અને ગોંડલના ધારાસભ્ય જયરાજસિંહ  જાડેજાના માર્ગદર્શન હેઠળ નગરપાલિકાના વોર્ડ નં.૩મા ભાજપના ઉમેદવાર તરીકે ઝુંકાવી વિવિધ વિસ્તારોમાં લોકસંપર્ક કરતા  પ્રચંડ જનસમર્થન મળી રહ્યું છે. વોર્ડ નં.૩ના વિવિધ વિસ્તારો રઘુવીર સોસાયટી, એસ.આર.પી. તથા પોલીસ લાઇન, મોવિયા રોડ વાછરા રોડ, હરભોલે સોસાયટી, દોમડીયા સોસાયટી સહિતના વિસ્તારોમાં લોક સંપર્ક દરમિયાન ભાજપના ભરતસિંહ (વણરાજસિંહ જાડેજા) તથા તેની પેનલના ઉમેદવાર રાજુભાઇ હમીરભાઇ ધાના, સમજુબેન રૂખડભાઇ મકવાણા તથા હંસાબેન ખીમજીભાઇને ઠેર-ઠેર જબ્બર આવકાર મળતા તેઓની જીત નિશ્ચિત મનાઇ રહી છ. વોર્ડ નં.૩ ના ભાજપના ચારેય ઉમેદાવરોએ વોર્ડમાં વિકાસના વણઝારના કોલને મત આપવા અપીલ કરી છે.

(11:32 am IST)