Gujarati News

Gujarati News

News of Saturday, 27th February 2021

સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે સુવર્ણ વાઘાનો શણગાર

વાંકાનેર,તા.૨૭: બોટાદ જિલ્લાના વિશ્વ પ્રસિદ્ઘ યાત્રાધામ સાળંગપુરધામમાં આવેલ સુપ્રસિદ્ઘ ધાર્મિક સ્થળ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુર આયોજિત આજે શનિવાર તેમજ મહા સુદ પૂનમ ના પાવન પવિત્ર સંગમના શુભ અવસરે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને 'સુર્વણ વાઘાના દિવ્ય અદ્ભુત શણગાર' કરવામાં આવેલ છે.

આજે સવારે સાડા પાંચ કલાકે દાદાની મંગળા આરતી કરવામાં આવેલ હતી તેમજ આજે પૂનમ અને શનિવાર હોય દાદાને સુર્વણ શણગારની મહા આરતી સવારે સાત કલાકે કરવામાં આવેલ હતી

દાદાના નિજ મંદિરને શણગારેલ હતું,  પૂનમ અને શનિવારનો સંગમ હોય દાદાના દરબારમાં વિશાળ સંખ્યામાં ભાવિક ભકતજનોએ દર્શન , આરતીનો લાભ લીધેલ હતો તેમજ દાદાના અદભુત સુર્વણવાંધાના દર્શન ઘર બેઠા પણ ઓનલાઇન દર્શન, આરતીનો લાભ વિશાળ સંખ્યામાં ભાવિક ભકતજનોએ લીધેલ હતો Online Only On Youtube Salangpur Hanumanji ઉપર કાયમ દાદાના લાઈવ દર્શન , સવાર, સાંજની આરતી કાયમ માટે આવે જ છે જે યાદી શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર, સાળંગપુરધામના કોઠારી સ્વામીશ્રી વિવેક સાગર સ્વામીજી મહારાજ, તેમજ ડી.કે.સ્વામીજી મહારાજશ્રીએ જણાવેલ છે.

(11:30 am IST)