Gujarati News

Gujarati News

News of Saturday, 27th February 2021

આટકોટ પોલીસ દ્વારા ચૂંટણી માટે બંદોબસ્ત

આટકોટ : આટકોટ પોલીસ સ્ટેશન નીચે આવતા ૨૫ ગામમાં પોલીસની તાલુકા મથક મતદાનનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો આટકોટ પોલીસના પી.એસ.આઇ કે પી મેતા સહિત આટકોટ પોલીસ દ્વારા તાલુકા પંથક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો આટકોટ પોલીસ સ્ટેશન નીચે પચીસ ગામમાં ૫૯ બુથો પર મતદાન થવાનું છે જેમાં ૫૫ પોલીસ ૮૫જી આર ડી મુકવામાં આવ્યા છે પચીસ ગામમાં મતદાન થવાનું છે ત્યારે દરેક ને ચુટણીનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.(તસવીર : કરશન બામટા-આટકોટ)

(11:32 am IST)
  • દેશમાં કોરોનાના સતત વધતા કેસથી ચિંતા :એક્ટિવ કેસની સંખ્યામાં પણ વધારો : મૃત્યુઆંક 1.57 લાખને પાર પહોંચ્યો : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 16, 803 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,10,96,440 થઇ :એક્ટિવ કેસ 1,61,506 થયા: વધુ 11,707 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,07,73,275 થયા :વધુ 112 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,57,087 થયા access_time 1:16 am IST

  • પશ્ચિમ બંગાળમાં કોલસા કૌભાંડમાં મોટો ખુલાસો : ખાનગી જમીનમાંથી કાઢીને વેચી નાખ્યો કોલસો : સીબીઆઈએ પત્ર લખીને કાર્યવાહીની કરી માંગ : કૈટલ સ્મગલિંગ અને કોલસા સ્મગલિંગમાં કેટલાક ચાર્ટડ એકાઉન્ટન્ટની મદદથી શેલ કંપનીઓ બનાવાઈ : લાંચની રકમનું મની લોન્ડરિંગ કરવા સાથે મોટા પાયે બેનામી સંપત્તિની ખરીદી access_time 12:52 am IST

  • કેસના લાઈવ સ્ટ્રીમિંગ બાદ હવે ગુજરાત હાઈકોર્ટે ડેઇલી અપડેઈટ માટે ટેલિગ્રામ ઍપ ઉપર ઍકાઉન્ટ ખોલાવ્યાનું જાણવા મળે છે access_time 11:55 am IST