Gujarati News

Gujarati News

News of Saturday, 27th February 2021

સાવરકુંડલામાં ભાજપ દ્વારા પાલિકા ચૂંટણી માટે ચૂંટણી ઢંઢેરો જાહેર

(દિપક પાંધી દ્વારા) સાવરકુંડલા, તા.૨૭: સાવરકુંડલા શહેર ભાજપ પરિવાર દ્વારા સાંસદ નારણભાઇ કાછડીયાનાં કાર્યાલયમાં વિઝન ડોકયુમેન્ટ-૨૦૨૫ જાહેર કરાયુ હતુ અને 'સાવરકુંડલા બનશે સમસ્યા મુકત... સુવિધા યુકત આપણું શહેર... આપણું ગૌરવ..' તમ જણાવ્યુ હતું.

સાવરકુંડલાની વિકાસપ્રેમી જનતા માટે મેનિફેસ્ટો સમગ્ર શહેરની જનતાનાં ભાવિ હિત માટે પૂર્વ જિલ્લા ભાજપ અધ્યક્ષ ડો. ભરતભાઈ કાનાબાર સાહેબ, શહેર ભાજપ પ્રમુખ - મયુરભાઈ ઠાકર સાહેબ, પૂર્વ નગરપાલિકા પ્રમુખશ્રી કેશુભાઈ વાઘેલા, પૂર્વ નગરપાલિકા પ્રમુખશ્રી ડી.કે.પટેલ, ભાજપ અગ્રણી - પીયૂષભાઈ પટેલ, રાજુભાઈ શીંગાળા  તેમજ ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકર્તાઓની હાજરીમાં પ્રેસ કોન્ફરન્સ કરી વિઝન ડોકયુમેન્ટ-૨૦૨૫ સાવરકુંડલાની શહેરી જનતા માટે જાહેર કરવામાં આવ્યું.. હતું.

(12:54 pm IST)