Gujarati News

Gujarati News

News of Saturday, 27th February 2021

અમરેલી જીલ્લાની સ્થાનીક સ્વરાજની ચૂંટણીમાં મતદાનનો રાષ્ટ્રધર્મ નિભાવવા હરેશ બાવીશીની અપીલ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા. ૨૭: ગુજરાતમાં કાલે લોકતંત્રના પાયા સમાન સ્થાનિક સ્વરાજ્યમાં નગરપાલીકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં અમરેલી જિલ્લામાં સૌથી વધુ મતદાન કરીને ભારતીય નાગરિકને બંધારણમાં આપેલા સૌથી મોટા અધિકાર મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન પ્રત્યે જાગૃતતા બતાવવા સમગ્ર જિલ્લાના મતદારોને ડાયનેમિક ગૃપ અમરેલી દ્વારા અપીલ કરવામાં આવી છે.

આ તકે ડાયનેમિક ગ્રુપ -અમરેલીના પ્રમુખ હરેશભાઇ બાવીશીએ જણાવ્યું હતુ કે મતદાન કરવુ એ આપણી રાષ્ટ્રીય ફરજ છે ત્યારે આપણે સૌએ સાથે મળીને લોકતાંત્રીક રાષ્ટ્રમાં મતદાન કરીને પરોક્ષ રીતે આપણો પ્રાથમિક અધિકાર બતાવીને મંતવ્ય રજુ કરવાનો હક છે. સમગ્ર ગુજરાતમાં અમરેલી જિલ્લાની નગરપાલિકાઓ, તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં સૌથી વધુ મતદાન કરીને, મતદાન કરાવીને મતાધિકારની જાગૃતતા બતાવીએ એ જ આપણો રાષ્ટ્રધર્મ લેખાશે.

(12:56 pm IST)