Gujarati News

Gujarati News

News of Saturday, 27th February 2021

જૂનાગઢ જીલ્લામાં ચૂંટણી સંદર્ભે સંવેદનશીલ વિસ્તારોમાં ફલેગ માર્ચ, એરીયા ડોમીનેશન

જૂનાગઢ,તા. ૨૭: જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓને જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી સંબંધે સક્રિય કરી, કાર્યવાહી કરવાનું ચાલુ કરવામાં આવેલ છે. જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા આપવામાં આવેલ સૂચના આધારે ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, કેશોદ ડિવિઝનના ડીવાયએસપી જે.બી.ગઢવી તથા માંગરોળ ડિવિઝનના ડીવાયએસપી જે.ડી.પુરોહિતના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનો ખાતે કુલ આશરે ૩૨૦૦ ઈસમો વિરુદ્ઘ ક્રિમિનલ પ્રોસીઝર કોડ મુજબ અટકાયતી પગલાઓ લેવામાં આવેલ છે. આજરોજ તમામ તાલુકા પોલીસ મથકો ખાતે બુથ વાઇઝ બંદોબસ્ત ફાળવવામાં આવેલ હતો અને ગ્રુપ મોબાઈલમાં પોલીસ અધિકારીઓ તથા સ્ટાફને ડિપ્લોય કરવામાં આવેલ છે. હથિયાર ધારી એસઆરપી પણ સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ વિસ્તાર માટે ખાસ તૈનાત કરવામાં આવેલ છે. જૂનાગઢ જિલ્લામાં લોકો નિર્ભય પણે મતદાન કરે તે માટે ખાસ બંદોબસ્તની ફાળવણી કરવામાં આવેલ હતી.

જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટીની સૂચનાથી ચૂંટણી બંદોબસ્તની ફાળવણી કર્યા બાદ ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, કેશોદ ડિવિઝનના ડીવાયએસપી જે.બી.ગઢવી તથા માંગરોળ ડિવિઝનના ડીવાયએસપી જે.ડી.પુરોહિત, ડીવાયએસપી એચ.એસ.રતનુ, ડીવાયએસપી આર.વી.ડામોરના માર્ગદર્શન હેઠળ તમામ તાલુકા મથક તથા પોલીસ સ્ટેશનના સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ અધિકારીઓ, પોલીસ સ્ટાફ, હથિયારધારી એસઆરપી સહિતના હોમગાર્ડ જીઆરડીના વિશાળ કાફલા સાથે જિલ્લાના તમામ તાલુકા મથક ખાતે અલગ અલગ ફ્લેગ માર્ચ, એરિયા ડોમીનેશન, ફૂટ પેટ્રોલિંગ તેમજ વાહન ચેકીંગની કાર્યવાહી મોડી રાત્રી સુધી કરવામાં આવેલ હતી. ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ તથા પેરોલ ફર્લો સ્કવોડ જેવી જિલ્લાની અગત્યની શાખાઓ દ્વારા પણ જિલ્લામાં જુદી જુદી જગ્યાએ ફલેગ માર્ચ યોજી, શકમંદોને ટાર્ગેટ કરી, ચૂંટણી દરમિયાન જરૂર જણાયે રાઉન્ડ અપ કરવા ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. ર્ંપોલીસ ડિપાર્ટમેન્ટની સતત સક્રિય હરકતથી લોકોએ સલામતીનો અનુભવ પણ કરેલ હતો.

(12:56 pm IST)