Gujarati News

Gujarati News

News of Saturday, 27th February 2021

જ્વેલરી અને એક્ઝિબિશનમાં ભાગ લેવા એનજીઓ વગેરેના બહાને જૂનાગઢના મેંદરડા ગામના ૭૦ વર્ષના વૃદ્ધ સાથે ૧.૩૨ કરોડની છેતરપિંડી કરનાર નાઈજિરિયન શખ્સ દિલ્હીથી ઝડપાયો : જૂનાગઢ રેન્જ અને સાયબર રેન્જને મોટી સફળતા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ:::જ્વેલરી અને એક્ઝિબિશનમાં ભાગ લેવા એનજીઓ  વગેરેના બહાને જૂનાગઢના મેંદરડા ગામના ૭૦ વર્ષના વૃદ્ધ સાથે ૧.૩૨ કરોડની છેતરપિંડી કરનાર નાઈજિરિયન શખ્સ દિલ્હીથી ઝડપાયો છે જૂનાગઢ રેન્જ અને સાયબર રેન્જને મોટી સફળતા મળી છે.

      પ્રાપ્ત માહિતી મુજબ જુનાગઢ રેન્જ ડી.આઇ.જી.પી. મનિન્દર પ્રતાપ સિંહ પવારની સુચના મુજબ જુનાગઢ રેન્જના સાયબર પોલીસ સ્ટેશનમાં સાયબર ક્રાઇમને લગતા ગુન્હાઓ નોંધવામાં આવતા હોય અને આવા સાયબર ક્રામના ગુન્હાઓમાં મોટે ભાગે બહારના રાજ્યના આરોપીઓ સંડોવાયેલ હોવાનુ તપાસ દરમ્યાન ફલીત થતુ હોય અને હાલના મોબાઇલ અને ઓનલાઇનના યુગમાં આવા સાયબર ક્રાઇમના ગુન્હાઓનુ પ્રમાણ ખુબ જ વધતુ જતુ હોય ત્યારે આવા સાયબર ક્રાઇમના ગુન્હાઓમાં સંડોવાયેલ આરોપીઓને તાત્કાલીક પકડી પાડવા તથા તેના સામે કાયદેસર કાર્યવાહી કરવા સુચના કરેલ છે. 

સાયબર પોલીસ સ્ટેશન જુનાગઢ ખાતે ગુરનં ૧૧૮૩૨૦૦૧૨૧૦૦૦૭/૨૦૨૧ આઇ.પી.સી. કલમ૪૧૭, ૪૧૯, ૪૬૭, ૪૬૮, ૪૭૧, આઇ.ટી. એકટ ૬૬(ડી) મુજબનો ગુન્હો ગઇ તા.૧૩/૦૧/૨૦૨૧ રોજ નોંધાયેલ હોયજેમા ફરીયાદી જીવરાજભાઇ ભોવાનભાઇ પાનસુરીયા, પટેલ, ઉ.વ.- ૭૦, ધંધો- નિવૃત, રહે. ઝીંઝુડા રોડ, ગોવિંદપાર્ક, મેંદરડા વાળાઓને ગઇ તા.૦૭/૧૦/૨૦૧૯ થી આજદીન સુધીમાં આ કામના આરોપીઓએ ફરીયાદીને ફેસબુક એકાઉન્ટ “Johnson Angle” જેના વોટ્સએપ મો.નં. +૪૪૭૯૨૩૯૨૭૭૭૦ તથા +૪૪૭૭૫૬૫૧૧૬૧૧ તથા ફેસબુક એકાઉન્ટ “Jennifer Billy Cindy” જેના વોટ્સએપ મો.નં. +૪૪૭૪૦૪૬૬૬૯૮૦  તથા ફેસબુક એકાઉન્ટ “Joy Natty” જેના વોટ્સએપ મો.નં. +૪૪૭૪૫૯૩૮૭૯૦૬ ના ધારકો તથા સ્ટેલા જયોર્જ મો.નં. +૪૪૭૪૦૫૬૩૮૧૭૦ વાળાઓએ ફરીયાદી સાથે ફેસબુક તથા વોટ્સએપમાં ચેટીંગ તથા વોઇસ કોલીંગ કરી ફરીયાદીને જ્વેલરી એક્જીબીશનમાં ભાગ લેવા તથા ફેમીલી ટ્રસ્ટની હોસ્પીટલ ચાલુ કરવા તથા NGO ના નામે મદદ કરવા તથા લોકડાઉનમાં ફસાયેલ વ્યક્તિને ગોતવા અલગ અલગ રીતે વિદેશી કરન્સી, સોનાના દાગીના, લેપટોપ, મોબાઇલ મોકલવાની લાલચ આપી ફરીયાદીને વિશ્વાસમાં લઇ પાર્સલ મોકલી બાદ પાર્સલ છોડાવવા માટે શ્વેતા મિશ્રા મો.નં. ૦૯૯૭૧૩૫૦૭૦૫ તથા મિ.એડમ ૯૧૭૦૮૫૩૬૧૪૬૫ તથા જીયોર્જ મો.નં. ૭૨૯૧૦૭૧૪૫૦ તથા અજાણી મહીલા મો.નં. ૯૭૧૧૮૮૩૧૨૬ તથા લંડન રેન્જ કુરીયર મો.નં. ૯૭૧૭૧૩૯૪૮૫ નાઓએ અલગ અલગ સરકારી ડીપાર્ટમેન્ટમાંથી બોલુ છુ. તમારે પાર્સલ છોડાવવા ચાર્જ પેટે પૈસા ભરવા પડશે તેવુ જણાવી આર.બી.આઇ.ના નામે ઇ-મેઇલ ઉપરથી તેમજ વોટ્સએપથી ફરીયાદીને પાર્સલ છોડાવવા, વિદેશી કરન્સી આવ્યાના ચાર્જ પેટે મોટી રકમ જમા કરાવવા બાબતના RBI,FSA,ICA,IMF ના બનાવટી ડોક્યુમેન્ટસ મોકલી ઉપરોકત તમામ લોકોએ પુર્વ આયોજીત કાવતરૂ રચી ફરીયાદીને અલગ અલગ પ્રકારની લાલચ આપી ખોટા બનાવટી દસ્તાવેજો ઇ-મેઇલ તથા વોટ્સએપથી મોકલી, ખરા હોવાનુ જણાવી ફરીયાદીને વિશ્વાસમાં લઇ કોઇ પણ પ્રકારના પાર્સલ કે કરન્સી નહી મોકલી છેતરવાની પહેલેથી જ બદદાનત રાખી ફરીયાદી પાસે અલગ અલગ બેંકના ખાતામાં અલગ અલગ સમયે ઓનલાઇન તેમજ રોકડ મળી કુલ રૂ. ૧,૩૨,૨૫,૦૦૦/- જમા કરાવડાવી ફરીયાદી સાથે ઠગાઇ કરી ગુન્હો કરતા ઉપર વિગતે ગુન્હો દાખલ થયેલ હતો.

     જે ગુન્હાની તપાસ રીડર પો.ઇન્સ.સા.શ્રી કે.કે.ઝાલા ના માર્ગદર્શન હેઠળ પો.ઇન્સ. શ્રી આર.વી.વાજા, વાયરલેશ પો.સ.ઇ.શ્રી વી.એમ.જોટાણીયા તથા પો.સ.ઇ.શ્રી પી.જે.રામાણી ની મદદથી સદર ગુન્હામાં સંડાવાયેલ આરોપીની તપાસ હાથધરી ગુન્હામાં ઉપયોગમાં લેવાયેલ મોબાઇલ નંબરો તથા બેન્ક એકાઉન્ટ વિગેરેની માહિતી મેળવી તેનુ  ઉડાંણ પૂર્વકનુ એનાલીસીશ કરી ગુન્હામાં સંડોવાયેલ આરોપી દિલ્હી હોવાનુ જણાય આવતા રીડર પોલીસ ઇન્સ.શ્રી કે.કે.ઝાલા સાહેબના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી પી.જે. રામાણી તથા પો.સ.ઇ.શ્રી એસ.જી.ચાવડા તથા પો.સ.ઇ.શ્રી એચ.એન.ચુડાસમા તથા વા.પો.સ.ઇ.શ્રી વી.એમ.જોટાણીયા તથા શ્રી એન.એ.જોષી તથા પોલીસ સ્ટાફની ટીમો બનાવી તાત્કાલીક  દિલ્હી ખાતે તપાસમાં જવા રવાના કરેલ જે ટીમ દ્રારા દિલ્હી ખાતે તપાસ કરતા પાલમ રોડ, દ્રારકા ન્યુ દિલ્હી ખાતેથી આ કામે સંડોવાયેલ આરોપી પ્રિન્સ ચુકુવ હેઝેકીયા ઉર્ફે જયોર્જ માર્ટીન ઉર્ફે  ઇમન્યુલ ચુકુવ હેજેકીયા [Prince ChukwamaHezekaiah @ George Martins @ Emmanuel ChukwumaHezekaiah] ઉવ.૩૮ રહે.પ્લોટ નંબર ૪૬/૪૭ S/F રાજુ એન્કલોવ કાક્રોલા ઓલ્ડ પાલમ રોડ દ્રારકા ન્યુ દીલ્હી  મુળ રહે.નાયજીરીયા દેશ વાળાને અટક કરવામાં આવેલ છે. અને હાલ મજકુર આરોપી નામદાર કોર્ટમાંથી પોલીસ રીમાન્ડ મેળવવામાં આવેલ છે. અને મજકુર આરોપીએ સદર ગુન્હા ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ આવા પ્રકારના ગુન્હાઓ આચરેલ હોવાની કબુલાત આપેલ છે. તે સીવાય વધુ ગુન્હાઓ કરેલ છે કેકેમ? તથા ગુન્હાઓ કરવામાં કોણ કોણ આરોપીઓ સંડોવાયેલ છે તે અંગેની ઉંડાણપુર્વકની તપાસ હાલ ચાલુ છે. 

 

પકડાયેલ આરોપીનુ પુરૂ નામ:-

પ્રિન્સ ચુકુવ હેઝેકીયા ઉર્ફે જયોર્જ માર્ટીન ઉર્ફે  ઇમન્યુલ ચુકુવ હેજેકીયા [Prince ChukwamaHezekaiah @ George Martins@ Emmanuel ChukwumaHezekaiah] ઉવ.૩૮ રહે.પ્લોટ નંબર ૪૬/૪૭ S/F રાજુ એન્કલોવ કાક્રોલા ઓલ્ડ પાલમ રોડ દ્રારકા ન્યુ દીલ્હી  મુળ રહે.નાયજીરીયા દેશ

 

આરોપીનુ વર્ણન:-

આરોપી મધ્યમ બાંધાનો વાને ઘંઉ વર્ણો છે. અને ચહેરો લંબગોળ છે. માથે કાળા જીણા કુરકુરીયા વાળ રાખે છે. તેમજ જીણી દાઢી રાખે છે. ઉચાઇ આશરે પ ફુટ ૬ ઇંચ જેટલી છે.

     આ કામના આરોપી પ્રથમ ફેસબુકમાં  ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલી ચેટ કરી વિશ્વાસમાં લઇ વોટ્સએપ નંબરની આપ-લે કરી વોટ્સએપ તથા વોઇસ કોલ ઉપર વાતચીત     કરી વિશ્વાસ કેળવી જ્વેલરી એક્જીબીશનમાં ભાગ લેવા તથા ફેમીલી ટ્રસ્ટની હોસ્પીટલ ચાલુ કરવા તથા NGO ના નામે મદદ કરવા તથા લોકડાઉનમાં ફસાયેલ વ્યક્તિને ગોતવા અલગ અલગ રીતે વિદેશી કરન્સી, સોનાના દાગીના, લેપટોપ, મોબાઇલ મોકલવાની લાલચ આપી વિશ્વાસમાં લઇ પાર્સલ મોકલેલ છે. તેવુ જણાવી પાર્સલ છોડાવવા કસ્ટમ અધીકારી તથા અલગ અલગ સરકારી એજન્સીના નામ આપી RBI,FSA,ICA,IMF ના બનાવટી ડોક્યુમેન્ટસ મેઇલ દ્રારા મોકલાવી ભોગબનારને અલગ અલગ બેંકના ખાતામાં ઓનલાઇન તેમજ રોકડ રૂપીયા જમા કરાવડાવી ગુન્હાને અંજામ આપે છે.

ગુન્હો કરવામાં ઉપયોગમાં લીધેલ મોબાઇલ નંબરો તથા આઇ.એમ.ઇ.આઇ. નંબરોની વિગત:-

મોબાઇલ નંબરો આઇ.એમ.ઇ.આઇ.નંબરો

9717345467 9007132447 6909916567 353401104932689 353303102447688

7428154551 9205497928 9871086332 352672074798120 358239104101995

7982435931 9634446079 8448556917 357696106344306 911651508073002

7042206953 9560345888 8505987114 864235043548863 357293084307750

7291071450 9266627903 9810649562 864235043548871 356697084584187

9821578187 9266627910 6909137251 352889101124246 357287093429308

7428656908 9999673353 6909137151 357196057769544 357323091021431

7428656906 9266627902 9540558494 354201100174842 358245101242328

7039867529 9953000357 8826215958 357750107204488 864199043992830

7710750711 9066111012 8448131538 351579105674632 358244101242321

8596055248 9650217760 352889101527786 358245101242328

8795897245 7085428960 359245093459707 352889101527786

8657196517 9810203316 354019089766176 357731103563572

7045903869 7838793690 358461090787096 866851020482849

7506690275 9720325307 358225085382910 356739117491343

8657116517 9843172536 352983102018620 353350104932688

7039794764 9643073381 352982102018622 358244101242321

9819281174 9871480834 911591851495784 354201108004173

8171707985 8527565198 359926062433977 356839117671720

8414815740 7629031729 359927062433975

ગુન્હો કરવામાં ઉપયોગમાં લીધેલબેન્ક એકાઉન્ટોની વિગત:-

38634414772  -SBI 39026949520    -SBI 34294605156  -SBI

38676234553  -SBI 39094207525   -SBI 38962103320  -SBI

19750110048030 UCO 55146887565   -SBI 38939738439  -SBI

38686234553   -SBI 39024062654   -SBI 36177406413  -SBI

37027078112   -SBI 55153746240   -SBI 38709020975  -SBI

20143578951   -SBI 39094204575   -SBI 39031113975  -SBI

35271839810   -SBI 39119369272   -SBI 34185871973  -SBI

38779428042   -SBI 38540758263   -SBI 39054112283  -SBI

38781979425    -SBI 39163480742   -SBI 38748394050  -SBI

38702043817   -SBI 39101077630   -SBI 38949979686  -SBI

38713918486   -SBI 20370306414   -SBI 39079423223  -SBI

38702042817  -SBI 39126993543   -SBI 196410032286   -DENA

38736705414   -SBI 39164266932   -SBI 945010001589        -BOB

38797171046   -SBI 38210100004979  -BOB 26600100019557    -BOB

33863743858   -SBI 10180100016453  -BOB 5970100020328      -BOB

38716307144   -SBI 43510100007617  -BOB 41540100004623    -BOB

34458475187   -SBI 26290100014335  -BOB 26601000019557    -BOB

38354954930   -SBI 240100014209      -BOB 117510016142         -DENA

930100016712    -BOB 30800100003805  -BOB 86101810033623    -UCO

32906318145    -SBI 196410032386      -BOB 10180100016452    -BOB

 

મજકુર આરોપીએ કરેલ ગુન્હાઓની કબુલાત:-

(૧) મજકુર આરોપીએ સને-૨૦૧૬ માં ગુડગાવ ખાતે આવા જ પ્રકારે રૂ.૧૫,૦૦,૦૦૦/- છેતરપીંડીથી પડાવેલ હતા. જે અંગે ગુડગાવ ખાતે ગુન્હો નોંધાયેલ હતો. અને તે ગુન્હામાં મજકુર આરોપી પકડાયેલ હતો.

(૨) આજથી ચારેક વર્ષ પહેલા રાજસ્થાનની એક મહીલાને મહીપાલપુર, દ્વારકા, દિલ્હી ખાતે બોલાવી આવા જ પ્રકારે રૂપીયા ૭ થી ૮ લાખની છેતરપીંડી કરી રૂપીયા પડાવેલ હતા.

(૩) સને-૨૦૧૫ માં મુંબઇની મહીલાને મહીપાલપુર,દ્વારકા,દિલ્હી ખાતે બોલાવી આવા જ પ્રકારે રૂ.૧,૮૦,૦૦૦/-ની છેતરપીંડી કરી રૂપીયા પડાવેલ હતા. 

     આ કામગીરી  પોલીસ ઇન્સ. કે.કે.ઝાલા, પો.ઇન્સ.આર.વી.વાજા તથાવાયરલેશ પો.ઇન્સ.શ્રી કે.કે.હાંસલીયા તથા  પો.સ.ઇ.એસ.જી.ચાવડા,શ્રી પી.જે.રામાણી,  એચ.એન.ચુડાસમાં તથા વા.પો.સ.ઇ. વી.એમ.જોટાણીયા,શ્રી એન.એ.જોષી,  એ.બી.નંદાણીયા તથા પો.હેડ કોન્સ. જે.પી.મેતા, રોહીતસિંહ વાળા, દિપકભાઇ લાડવા, વિકાસભાઇ ડોડીયા,રવિભાઇ મકવાણા તથા પો.કોન્સ. કિરણભાઇ કરમટા, મયુરભાઇ અગ્રાવત, હાર્દીક ગાજીપરા, રમેશભાઇ શિંગરખીયા, નરેશભાઇ ચુડાસમા, મૂળુભાઇ ખટાણા, અરવિંદભાઇ સોલંકી, સુરેશભાઇ નકુમ નાઓના ટીમ વર્ક દ્રારા કામગીરી કરવામાં આવેલ છે.

તસવીરમાં છેતરપિંડી આચરનાર શખ્સ સાથે પોલીસ ઈન્સ. કે.કે.ઝાલા, પો.ઇન્સ.આર.વી.વાજા તથાવાયરલેશ પો.ઇન્સ.શ્રી કે.કે.હાંસલીયા તથા  પો.સ.ઇ.એસ.જી.ચાવડા,શ્રી પી.જે.રામાણી,  એચ.એન.ચુડાસમાં તથા વા.પો.સ.ઇ. વી.એમ.જોટાણીયા,શ્રી એન.એ.જોષી,  એ.બી.નંદાણીયા તથા પો.હેડ કોન્સ. જે.પી.મેતા, રોહીતસિંહ વાળા, દિપકભાઇ લાડવા, વિકાસભાઇ ડોડીયા,રવિભાઇ મકવાણા સહિતના નજરે પડે છે. (તસવીર મુકેશ વાઘેલા જુનાગઢ)

(7:27 pm IST)