Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2024

માતાઓ દીકરીઓને શિખામણ આપો તમારા સાસુ સસરાની સેવા એજ મોટો કરીયાવર છે.

દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા મોરબી ખાતે પાંચમા સમૂહલગ્ન યોજાયા:યુવક મંડળ દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનું સન્માન તલવાર આપી કરાયું.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા પાંચમા રજવાડી સમૂહલગ્ન નું આયોજન મોરબી સામાકાંઠે ઉમા ટાઉનશીપ સામે સાંઈબાગ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં ત્રિવેણી સંગમ સમાં ત્રણ યુગલો લગ્નગ્રંથિથી જોડાયા હતા સમૂહલગ્ન માં દીકરીઓને કરીયાવરમાં સોના ચાંદીના દાગીનાથી લઈ જીવનજરૂરિયાતની ૮૫ જેટલી ચીજવસ્તુઓ ભેટ આપી હતી 

આ સમૂહલગ્નમાં ગોસ્વામી સમાજ ના સંતો મહંતો મોરબી રાજકોટ ભગવા ગ્રુપના આગેવાનો રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા યુવક મંડળ દ્વારા ઉપસ્થિત મહાનુભાવો ને અમરેલીના દશનામ દર્શીતના તંત્રી અતુલપુરી મનસુખપરીને પત્રકાર એસો મોરબી પ્રમુખ સુરેશભાઈ ગોસ્વામીને તલવારો ભેટ આપી સન્માન સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત સંતો મહંતો મહાનુભાવો એ યુવક મંડળ ના  સમૂહલગ્નના સફળ આયોજન ને બિરદાવી ને અભિનંદન પાઠવી યુવક મંડળ ની ટીમનુ સન્માન કર્યું હતુ.

   
(12:21 am IST)