Gujarati News

Gujarati News

News of Tuesday, 27th February 2024

વાંકાનેર રેલવે સ્‍ટેશનનાં આધુનિકકરણ કાર્યનો કેસરીદેવસિંહ ઝાલાના હસ્‍તે પ્રારંભ

(મહમદ રાઠોડ દ્વારા)વાંકાનેરતા.૨૭ :  વાંકાનેર રેલવે સ્‍ટેશન ખાતે ગુજરાતના ૬૬ રેલવે સ્‍ટેશનનો અમળત સ્‍ટેશન સ્‍વરૂપમાં પૂર્ણ વિકાસ ના રાજકોટ વિભાગ રાજકોટ જામનગર મોરબી અને વાંકાનેરના પમિ રેલવે સ્‍ટેશનનો ની અમળત સ્‍ટેશનના ભાગરૂપે વાંકાનેર રેલવે સ્‍ટેશન ખાતે રૂપિયા ૧૨ કરોડના આધુનિક કરણ સ્‍ટેશન નો ઉદ્ધાટન સમારંભ વાંકાનેરના મહારાજા તથા રાજ્‍ય સભાના સાંસદ   કેસરીદેવસિંહ ઝાલાના હસ્‍તે વાંકાનેર રેલવે સ્‍ટેશનને ૧૨ કરોડના પ્રોજેક્‍ટ ના ઉદ્ધાટન કર્યું હતું.

        આ પ્રસંગે રાજકોટ મંડળના રેલવે અધિકારી શ્રી  ડામોર, નાયબ કલેકટર શ્રી ગઢવી, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ ભાજપના હોદેદારો રતિલાલભાઈ સુરેશભાઈ જિજ્ઞાસાબેન તથા જિલ્લા તથા તાલુકા ભાજપના મહિલા મોરચાના ઙ્કમુખ તેમજ કેરાળા મહંત શ્રી નાગાબાવાજીના મહંત શ્રી તાલુકા અને શહેર ભાજપના હોદ્દેદારો તથા વાંકાનેર શહેર રાજભા ઝાલા મેહુલ ઠાકરાણી જયેન્‍દ્રસિંહ ઝાલા તથા અન્‍ય અગ્રણીઓ નાગરિકો ઉપસ્‍થિત રહ્યા હતા.   

પ્રથમ તો રાજકોટ ડિવિઝનના વડાએ શ્રી કેસરીદેવસિંહ ઝાલા નું સન્‍માન કરેલ અને બાદમાં સ્‍કૂલની બાળાઓએ સાંસ્‍કળતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો બાદમાં એક થી ત્રણ નંબરની બાળાઓને સન્‍માનિત કરેલ. બાદમા વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીનું વર્ચ્‍યુઅલ પ્રોગ્રામ લોકોએ નિહાળેલ હતો. આ કાર્યક્રમનું સંચાલન રાજકોટ રેલવે એકાઉન્‍ટ વિભાગ ઞોપાલ શર્માએ કર્યું હતું આ કાર્યક્રમમાં કેસરીદેવસિંહ ઝાલાએ પોતાના ઉદબોધનમાં જણાવેલ કે છેલ્લા ૬૦ વર્ષથી ઇતિહાસમાં રેલ્‍વેની આ નવી સ્‍કીમનું માન્‍ય વડાપ્રધાને જે શરૂઆત કરી છે તેને તેને લોકોએ આવકારી છે અને વાંકાનેર રેલવે સ્‍ટેશનને ૬૦ વર્ષ બાદ નવું બનાવવા માટેના આ કાર્યક્રમને અમો વાંકાનેર ની પ્રજા સાથે આવકાર્ય છીએ અને વડાપ્રધાનને અભિનંદન પાઠવીએ છીએ ત્‍યારે વડાપ્રધાને ભારતભરમાં તેમજ વાંકાનેર શહેરમાં રેલવેની પૂરતી સુવિધા માટે અમારી માંગણી ને રેલવે મંત્રી શ્રી પાસે કરેલી રજૂઆતને સફળતા મળી છે.

      જેના ભાગરૂપે આ કાર્યક્રમ યોજાયો છે તે બદલ કેન્‍દ્ર સરકારનો અને રેલવે મંત્રી વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીનો વાંકાનેરના લોકો વતી આભાર વ્‍યક્‍ત કરું છું.

(12:08 pm IST)