Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

કચ્‍છમાં યુવાનોને રોજગારી આપવામાં નિષ્‍ફળ ઉદ્યોગો-કંપનીઓને તાળાબંધી કરાશેઃ યુવા કોંગ્રેસ દ્વારા ‘ગુજરાત માંગે રોજગાર' અભિયાનના મંડાણ

પ્રદેશ યુવા કોંગ્રેસ પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલાની ઉપસ્‍થિતિમાં કચ્‍છ જીલ્લા રોજગાર કચેરીને ઘેરાવ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ર૭ :.. રાજયમાં જયારથી ભાજપની સરકાર સત્તામાં છે ત્‍યારથી રોજગારી સર્જનનાં નામે મીંડુ છે. દર વર્ષે લાખો-હજજારો યુવાનો શીક્ષીત બેરોજગાર તરીકે નોંધણી કરાવે છે. ત્‍યારે યુવાનોને રોજગારી મળે તે હેતુ પ્રદેશ યુવા કોંગ્રેસ પ્રમુખ વિશ્વનાથ વાઘેલા દ્વારા તમામ જીલ્લા મથકો યુવા કોંગ્રેસના માધ્‍યમથી લડતનો પ્રારંભ કર્યો છે. જેનાં ભાગરૂપે કચ્‍છ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ પજીવેન્‍દ્રસિંહ જાડેજા તથા જીલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ રમેશ એલ. આહીર તથા પ્રભારી આદિત્‍ય ઝૂલાનાં નેતૃત્‍વ તળે પ્રદેશ પ્રમુખશ્રી વાઘેલાની ઉપસ્‍થીતીમાં કચ્‍છ જીલ્લા મથક ભુજ મધ્‍યે રોજગાર કચેરીને કૂચ કરી ઘેરાવ કર્યો હતો.
ડો. ભીમરાવ આંબેડકર સાહેબની પ્રતિમાને ફુલહાર વંધી ત્‍યારબાદ જવાહરલાલ નહેરૂજીની પ્રતિમાને ફુલહાર વંદન કરી ઉગ્ર લડત કાર્યક્રમની શરૂઆત કરાઇ હતી.  સુત્રોચ્‍ચાર સાથે રોજગાર કચેરી ધસી જતાં સ્‍થાનીક પોલીસ સાથે ઘર્ષણ સર્જાયુ હતું. ત્‍યારબાદ શ્રી વાઘેલા અને શ્રી જાડેજાએ જીલ્લા રોજગાર અધિકારીને કચ્‍છ જીલ્લાનાં શિક્ષીત બેરોજગારોનાં હિતમાં રોજગાર મેળાઓનું આયોજન તથા સરકારી - બીન સરકારી તથા ઔદ્યોગિક એકોમાં રપ ટકા સ્‍થાનીકોને રોજગારી આપવાનું ધારા-ધોરણ લાગુ કરવા તથા બીકેટી જેવી કંપનીઓએ રપ કે.એમ.નાં દાયરામાં રોજગારી નહિ આપવાનો નિર્ણય કર્યો છે તેને પર ખેંચવા અને યોગ્‍ય નહિ થાય તો આગામી માસમાં બીકેટી કંપનીને તાળાબંધી કરવાની ચીમકી આપી હતી.
આ વિરોધ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ યુવા પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલા, જીલ્લા યુવા પ્રમુખ આર. એલ. આહીર, જીલ્લા પ્રમુખ યજુવેન્‍દ્રસિંહ જાડેજા, જીલ્લા પ્રભારી  આદિત્‍યસિંહ ઝૂલા, વિધાનસભા યુવા પ્રમુખો નીતેશ લાલણ (ગાંધીધામ) મુસ્‍તાક ચાકી (અબડાસા) મીત જોષી (ભુજ) જીલ્લા આગેવાનો હમીદ સમા (જીલ્લા ઉપપ્રમુખ) નીલપ ગોસ્‍વામી (જીલ્લા મહામંત્રી) સંજય કેનીયા (જીલ્લા મહામંત્રી) અંજલી ગોર (પ્રદેશ મહામંત્રી) મીત ગઢવી (જી. મહામંત્રી) અભુભાઇ હિંગોરા (જીલ્લા મહામંત્રી) મેહુલ માતંગ, જગદીશ ગઢવી (નગરસેવક ગાંધીધામ) વિશાલ ગઢવી, તથા કચ્‍છ જીલ્લાનાં ખૂણેખૂણેથી યુવાનો જોડાયા હતાં.
યુવાન લક્ષી આ કાર્યક્રમમાં જીલ્લા આગેવાનો રાજેન્‍દ્રસિંહ જાડેજા, અરજણ ભુડીયા, કિશોરદાન ગઢવી, ધીરજ રૂપાણી, મુસ્‍તાક હિંગોરજા, હાસમ સમા, ઇલીયાશ ઘાંચી, રજાક ચાકી, વિ. આગેવાનો પણ યુવાનોનાં હિતમાં જોડાયા હતાં.
કાર્યક્રમ બાદ નવા વરાયેલા યુવા કોંગ્રેસના હોદેદારો મીત ગઢવી, વસીમ સમા, કપીલ ગોર, ધૈર્ય ગોર, હરદિપસિંહ સોઢા, સાગરસિંહ સોઢા, રાજદીપ દેવધર (મહામંત્રી) ઘનશ્‍યામસિંહ જાડેજા, સલીમ સમા, પ્રકાશ ગુંસાઇ સહિતનાં આગેવાનોને નવી નિમણુંક અપાઇ હતી.
આ કાર્યક્રમમાં શહેજાદ સમા, શકિતસિંહ ચૌહાણ, રાજૂ સાંઇ, નવીન મહેશ્વરી (અબચુંગ) રોહીત પાતારીયા, શંકર રોશીયા, મુકેશ થારૂ, શૈલેષ રાણા, વિ. નીતેશ લાલણીની ટીમમાંથી ખાસ લડત કાર્યક્રમમાં જોડાયા હતાં. તેમ જીલ્લા પ્રવકતા દિપક ડાંગરે જણાવ્‍યું છે.

 

(10:56 am IST)