Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ગરમીમાં રાહતઃ આછા વાદળા સાથે પવન

રાજકોટ તા. ર૭: રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ગરમીમાં રાહત યથાવત છે અને આવા વાતાવરણ વચ્‍ચે મિશ્ર ઋતુનો અનુભવ થઇ રહ્યો છે આછા વાદળા સાથે પવનનાં સુસવાટા ફૂંકાઇ રહ્યા છે.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરઃ ભાવનગરમાં ગરમીનો પ્રકોપ ફરી વધી રહ્યો છે. ગુરૂવારે ભાવનગર શહેરમાં મહતમ તાપમાન ૪૦.ર ડિગ્રી અને લઘુતમ તાપમાન ર૭.૭ ડિગ્રી નોંધાયું હતું. જયારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૪૭ ટકા અને પવનની ઝડપ ૩૮ કિ.મી. પ્રતિ કલાકની રહેવા પામી હતી.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ આજનું હવામાન ૩૬.૧ મહતમ ર૮.૦૯ લઘુતમ ૬૮ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૧૩ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.

(11:39 am IST)