Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

આટકોટમાં નવનિર્માણ પામેલ હોસ્‍પિટલમાં સ્‍ટાર્ન્‍ડડ અને જેનેરિક દવાઓનો ઉપયોગ

રાજકોટ : આટકોટમાં નવનિર્માણ પામેલ હોસ્‍પિટલ આવતીકાલે શનિવારે બપોર પછી કાર્યરત થઇ જશે. હોસ્‍પિટલના વિવિધ વિભાગો અને લેબોરેટરી ઉપરાંત પ્રવેશદ્વાર પાસે જ વિશાળ મેડિકલ સ્‍ટોર બનાવવામાં આવેલ છે. જેમાંથી દર્દીઓને જરૂરી દવા રાહતભાવે મળી રહેશે. ડો. ભરત બોઘરાના જણાવ્‍યા મુજબ સ્‍ટાર્ન્‍ડડ અને જેનેરિક તે બંને દવાઓનો જરૂરીયાત મુજબ ઉપયોગ કરવામાં આવશે. હોસ્‍પિટલની તબીબી સમિતિએ જરૂરી દવાઓ એકથી વધુ કંપનીના નામની નક્કી કરેલ હશે. ડોકટરો તે પૈકી કોઇ કંપનીના નામની દવા લખવાનો અભિગમ રાખે તેવું માર્ગદર્શન આપવામાં આવેલ છે.

 

(11:41 am IST)