Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

એકાદશી એટલે ભુખ્‍યા રહેવુ નહી પરંતુ ભગવાનમાં મન લગાડવુઃ પૂ. રમેશભાઇ ઓઝા

ગોંડલના રીબડામાં મહિપતસિંહ જાડેજા પરિવાર આયોજીત ભગવત કથાનો વિરામ

જુનાગઢઃ ઉપરોકત તસ્‍વીરમાં કથાશ્રવણ કરાવતા પૂ.ભાઇશ્રી તેમજ શ્રી અનિરૂધ્‍ધસિંહ જાડેજા, મહિપતસિંહ જાડેજા અને પરિવારજનો તેમજ મહિપતસિંહ બાપુનુ સનમાન કરતા જુનાગઢના પૂર્વ ધારાસભ્‍ય મહેન્‍દ્રભાઇ મશરૂ અને ભાઇશ્રીના આશિર્વાદ લેતા અર્જુનભાઇ મોઢવાડીયા નજરે પડે છેે.(તસ્‍વીર મુકેશ વાઘેલા જુનાગઢ)

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા.૨૭:  રીબડા ખાતે શ્રી મહિરાજ બજરંગબલી ટ્રસ્‍ટ પૂર્વ ધારાસભ્‍ય મહિપતસિંહજી ભાવુભાબાપુ જાડેજા પરિવાર દ્વારા પૂ.ભાઇશ્રી રમેશભાઇ ઓઝાના વ્‍યાસાસને શ્રીમદ્‌ ભાગવત સપ્‍તાહ યોજાઇ હતી જેની પુર્ણાહુતી થયેલ છે.

શ્રી અનિરૂધ્‍ધસિંહ જાડેજા તથા રાજેન્‍દ્રસિંહ જાડેજા, શકિતસિંહ જાડેજા, રાજદિપસિંહ જાડેજા, સત્‍યજીતસિંહ, (સતુભા) જાડેજા અને સમગ્ર જાડેજા પરિવારને આ સફળ આયોજન બદલ પુ.ભાઇશ્રીએ હૃદયના ભાવ સાથે આર્શીવાદ આપ્‍યા હતા.

ભગવાન તારે જ છે રાવણને રાવણના કર્મે માર્યો આપણા કર્મની જવાબદારી આપણી છે. રામે તો રાવણને તાર્યો છે, માર્યો નથી.

નિગુર્ણની અંદર મગ્ન થાય જ્ઞાનીઓ પરમાત્‍મામાં ડુબવુ એ ધન્‍યતા છે એ તારે એ ધન્‍યતા છે સુરત કો તેરી દેખ કે પરેશાન હો ગઇ કૃષ્‍ણ તેરે નામ પે કુરબાન હો રહી નું ગાન કરતા શ્રોતા બહેનોએ રાસ લેતા ભાવમગ્ન બન્‍યા. હરે કૃષ્‍ણા હરે રામનું સ્‍મરણ કરાવ્‍યુ શ્રી કૃષ્‍ણ બલભદ્ર મોટા થવા લાગ્‍યા ચાર પગે ચાલતા ઉભા રહેતા બાવા હાથ પકડી ચાલવા લાગ્‍યા સખા સાથે દોડવા લાગ્‍યા માખણ ખાય ગોપીઓ આ જોઇ રાજી થાય વૈષ્‍ણવોનુ મન છે. એ માખણ છે વાસી માખણ ભગવાનને ન ભાવે વર્તમાનમાં જીવે ભગવાનમાં ભરોસો રાખી ચાલે એ વૈષ્‍ણવ એને કયારેય ચિંતા ન થાય દરેક ક્ષણ આનંદમય હોય પ્રત્‍યેક ક્ષણમાં પ્રગટ હોય વૈષ્‍ણવોનું મન કઠોર ના હોય જીવી લેવાની વૃતિ મોજમાં રહેવુ તેમાંથી સહી ભળે મધુરતા મન મધુર હોય લાલાને માખણ ભાવે, લાલાને મીસરી ભાવે,  આ ગીત પ્રચલિત છે. ભગવાન મન માંગે છે ભકતો પાસે શ્રીકૃષ્‍ણની લીલા પૂ.ભાઇશ્રી એ વર્ણન કર્યુ હતુ.

ભગવાન વાછરડા ચારવાની લીલા કરી એક અસુર વાછડાનું સ્‍વરૂપ લઇ આવેલ તેનો ઉધાર કર્યો. પાપના કારણો છે તેને પેલા સમાપ્‍ત કર્યા પછી પાપનો નાશ કર્યો. ગોવાળીયા સાથે જમે છે બધા આપસમાં વેચીને ખાય છે ગોવાળીયાઓને ભગવાન મીઠુ દહીં આપે પોતાના હાથે બધાને ખવડાવ્‍યુ અને હેઠા હાથે પોતે ખાધુ એવો સ્‍વાદ કભી નહી ચાખ્‍યો, મીઠો મદન ગોપાલનું પુ.ભાઇશ્રીએ ગાન કર્યુ. આ બધી લીલાના દર્શન બ્રહ્માજી જોવે છે એન ભગવાને શંકા કરી અને વાછરડાનું હરણ કરી

બ્રહ્માજી બ્રમાંડમાં લઇ ગયા અને કૃષ્‍ણ તેને પાછા લઇ આવ્‍યા તો બ્રહ્માજી ગોવાળીયાનું હરણ કર્યુ ભગવાન એને લઇ આવ્‍યા આ બધાને જોઇ ભગવાન ને ખ્‍યાલ આવ્‍યો પ્રભુએ જગતગુરૂ બની ઉપદેશ આપ્‍યો ભગવાનની વધી અવસ્‍થાનું ભાઇએ વર્ણન કર્યુ ભગવાને કાલીનો નિગ્રહ કર્યો અને બંસી વગાડી મુરલીયા બાજે જમના કે તીર ગોપીઓ બંસીની ધૂન સાંભળી મનોમન દર્શન કરે છે. દૂર દર્શન આપણે કરીએ છીએ ટીવીમાં તેમ પ્રભુના મનમાં દર્શન થાય છે.

ગો એટલે ઇન્‍દ્રીયો

એકાદશી એટલે ભુખ્‍યુ રહેવું એ નહીં તેને ભગવાનમાં મનને લગાડવું વિષય એ ઇન્‍દ્રીયનો આહાર છે. સાડા ત્રણે બ્રહ્મ મુર્હતમાં ઉઠી જાવ એ સારૂ વરૂણએ જીભના દેવતા છે. શરીરને એક દી આરામ મળે તે માટે ઉપવાસ કરો બે ઇન્‍દ્રીયોનો સર્યમ કઠીન છો. રસનીન્‍દ્રી ઉપર રસ જીત્‍યો એણે બધુ જીત્‍યા ભગવાને પોતાના ધામ ના દર્શન કરાવ્‍યા અમારે વનરાવન છે. રૂડુ વૈકુંઠ નહી રે આવુ આત્‍મા પરમારત્‍મા ના મિલન માટે ૪ સાધન દર્શાવતા પૂ. ભાઇશ્રી એ દૃઢ વૈરાગ્‍યમનમાં રહે તે વૈષ્‍ણવજન તેમ નરસિંહ મહેતા કહે છે. શુકદેવજી મહારાજે રાસલીલાની કથા સાંભળવી તમે શાકભાજી લઇ આવો તેને સુધારવા પકવવા વધારવો પડે અને સોડમ આવે ને ભુખ લાગે ભગવાન કૃપા કરી જીવને અપનાવવા યોગ્‍ય બનાવે છે તેનું નામ રાસ લીલા આજ શરદપૂનમની રાત છે. રાસ વિહારી પ્રભુએ કહ્યું આજગોપીજનોને અપનાવીશ આવે રૂડી શરદ પૂનમની રાતમાં રમવા ભેસરાતે રમ્‍યા રમ્‍યા રાસ પર બ્રહ્મ પરમાત્‍માના રસમાં ડુબ્‍યા ત્‍યા સંસારની જવાબદારી આવી ચડે છે.

ભાગવત કથા સાંભળી સેવાની નૂતન ઉર્જા મળીઃ અનિરૂધ્‍ધસિંહ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.ર૭ : શ્રીમદ્દ ભાગવત કથાના આયોજન માટે મહીરાજ હનુમાનજી મહારાજે અને મારા પિતાશ્રી મહિપતસિંહજીએ પ્રેરણા આશિર્વાદ આપ્‍યા હતા તેમ જણાવી અનિરૂધ્‍ધસિંહ જાડેજા કૃતજ્ઞતાભાવે પૂ. ભાઇશ્રીનો હૃદયપૂર્વક આભાર માન્‍યો હતો.

પોતાના ભાઇ રાજેન્‍દ્રસિંહ, પુત્રો શકિતસિંહજી, રાજદિપસિંહજી, કુટુંબના વડીલો, બહેનો, દિકરીઓ પ્રત્‍યે આ ધર્મ મહોત્‍સવમાં સહભાગી અને સાક્ષી બનવા બદલ સમાજશ્રેષ્‍ઠીઓ, રાજકીય અગ્રણીઓ, શાપર-વેરાવળના ઉદ્યોગક્ષેત્રના મિત્રો અને રાજધરાના ગોંડલ, રાજકોટ, વાંકાનેર, જામનગર સહિત યુવરાજશ્રીનો ઋણ સ્‍વિકાર કર્યો હતો. ભાગવત કથાથી આ ભૂમિ પવિત્ર બની છે સાથે સાથે અમો સૌને સેવાની નૂતન ઉર્જા મળી છે. કહેતા અનિરૂધ્‍ધસિંહ બાપુના ગળગળા થયા છે.

(11:41 am IST)