Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

ગિરનાર રોપવેએ ગુજરાત ટાઇટન્સના સમર્થનમાં 'ટિકિટ બતાવો અને ટિકિટ મેળવો" સ્કીમ શરૂ કરી

ગિરનાર રોપવે પર બતાવશે તો તેમને ગિરનાર રોપ-વે દ્વારા ફ્રી રોપ-વેની સવારી આપવામાં આવશે

જૂનાગઢ : ગિરનાર રોપવેએ ગુજરાત ટાઇટન્સના સમર્થનમાં "ટિકિટ બતાવો અને ટિકિટ મેળવો" સ્કીમ શરૂ કરી છે.

  IPL ની ફાઈનલ મેચ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ "નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં" યોજાઈ રહી છે.

ગિરનાર રોપ-વે એ ભારતનો સૌથી લાંબો રોપવે છે અને ગુજરાતની અજાયબી છે, તેણે એક સ્કીમ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે, કે જો ગુજરાત ટાઇટન્સ IPL ટાઇટલ જીતે તો જે કોઈ પણ સ્ટેડિયમમાં માન્ય ટિકિટ સાથે IPLમેચ જોવા ગયા હશે અને તે જ ટિકિટ ગિરનાર રોપવે પર બતાવશે તો તેમને ગિરનાર રોપ-વે દ્વારા ફ્રી રોપ-વેની સવારી આપવામાં આવશે. 

ગિરનાર રોપવે પર આ સ્કીમ 30મી મે 2022થી એક મહિના માટે માન્ય છે. નિયમો અને શરતો લાગુ રહેશે.

IPLમાં પોતાની ટીમ હોવી ગુજરાત માટે ગર્વની વાત છે અને ટીમ માટે તેની પ્રથમ સિઝનમાં ફાઇનલમાં પહોંચવું એ એક મોટી સિદ્ધિ છે.તેમ ગિરનાર રોપ વે ઉષા બેકૌ કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ દિપક કપલીશની યાદીમાં જણાવાયું છે

(11:50 pm IST)