Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

મોરબીમાં વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી અંતર્ગત ચિત્ર સ્પર્ધા યોજાઈ.

સ્પર્ધામાં એકથી દશ સુધી નંબર પ્રાપ્ત કરનારને ઇનામ અને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરાયા

મોરબી :આજે વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણીના ભાગરૂપે જીલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ ડીસ્ટ્રીકટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબી દ્વારા ઔદ્યોગિક તાલીમ સંસ્થા મોરબી ખાતે વ્યસન જાગૃતિ અર્થે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં તમામ ટ્રેડના તાલીમાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને વ્યસન જાગૃતિ દર્શાવતા ચિત્રો દોર્યા હતા સ્પર્ધામાં એકથી દશ સુધી નંબર પ્રાપ્ત કરનારને ઇનામ અને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરાયા હતા ડીસ્ટ્રીકટ ટોબેકો કંટ્રોલ સેલના સોશ્યલ વર્કર દ્વારા વિદ્યાર્થીઓને વ્યસનની શારરિક અસરો, આર્થિક અસરો અને વ્યસન મુક્તિના ફાયદા વિશે માહિતી આપી હતી.
સંસ્થા આચાર્ય આબ બી પરમારે દરેક તાલીમાર્થી પોતે વ્યસન મુક્ત બને અને પરિવારને વ્યસન મુક્ત બનાવવા અનુરોધ કર્યો હતો આરોગ્ય શાખાના જી વી ગામ્ભ્વા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા જીલ્લાના એપેડેમીક મેડીકલ ઓફિસર સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી.

(11:54 pm IST)