Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

સુદામડામાં જુગાર રમતા ૭ ઝડપાયા

 વઢવાણઃ સાયલા તાલુકાના સુદામડા ગામ હરદીપસિંહ જીલુભા ઝાલાના મકાનને ખુલ્લી જગ્યામાં  જુગાર રમાતો હોવાની બાતમી બાબતે પીઍસઆઇ ઍમ.ઍચ.સોલંકી, રવિરાજસિંહ પરમાર, પ્રકાશકુમાર અને યોગેશભાઈ પટેલ સહિતના પોલીસકર્મીઓઍ રેડ કરી હતી. અચાનક પોલીસની રેડના કારણે જુગારીઓમાં દોડધામ મચી હતી. પરંતુ પોલીસ સતર્કતાના કારણે ૭ આરોપીને ઝડપી લીધા હતા અને બાટમાં રહેલા રૂ. ૮૧૦ સહિત રૂ. ૨૯,૯૬૦ ની રોકડ રકમ મળી આવી હતી. પોલીસે વધુ તપાસ કરતા જુગારીઓ પાસેથી રૂ.૨૧,૫૦૦ની કિંમતના ૭ મોબાઇલો તેમજ રૂ. ૮૦,૦૦૦ની કિંમતના ૪ બાઇક મળી આવ્યા હતા. સાયલા પોલીસ કુલ રૂ.૧,૩૧,૪૬૦નો મુદ્દામાલ ઝડપી લીધો હતો. અને તમામ આરોપીને સાયલા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા તેમજ પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. જુગારમાં રમતા ઝડપાયેલા આરોપીઓૅં હરદીપ જીલુભા ઝાલા, દિનેશભાઈ ધીરુભાઈ અઘારા, લાલુભા જીલુભા ઝાલા, વાઘાભાઈ કલાભાઈ કેરાળીયા, બલવીરભાઈ લખુભાઇ ખાચર, સુરેશભાઈ મનુભાઈ ખવડ, ગુણવંતભાઈ તુલસીભાઈ સોલંકી, ભરતભાઈ દેવરા ભાઈ ખવડ જુગાર રમતા ઝડપાઇ ગયા હતા.

(10:46 am IST)