Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

ટંકારામા રાત્રે મીની વાવાઝોડુઃ પતરા ઉડયાઃ ભુજ-ર, નખત્રાણા-અંજારમાં દોઢ ઇંચ

રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં કયાંક ભારે તો કયાંક હળવો વરસાદઃ લોકોને ગરમીમાં રાહત

પ્રથમ અને બીજી તસ્‍વીરમાં ગીર સોમનાથ જીલ્લામાં વરસેલ વરસાદ, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી તસ્‍વીરમાં ગોંડલમાં વરસેલ વરસાદ, પડી ગયેલ વૃક્ષો તથા વિજ તાર તેમજ સાતમી તસ્‍વીરમાં વિરપુર (જલારામ) માં વરસાદ નજરે પડે છે. (તસ્‍વીર : દેવાભાઇ રાઠોડ (પ્રભાસ પાટણ) ભાવેશ ભોજાણી (ગોંડલ) કિશન મોરબીયા વિરપુર (જલારામ)

રાજકોટ તા. ર૭ :.. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ધીમે ધીમે ચોમાસુ જામતુ જાય છે. પરંતુ સાર્વત્રિકના બદલે કોઇ જગ્‍યાએ હળવો તો કોઇ જગ્‍યાએ ભારે વરસાદ વરસી જાય છે. રાત્રીના મોરબી જીલ્લાના ટંકારામાં દોઢ  ઇંચ  વરસાદ સાથે મીની વાવાઝોડુ ફુંકાયુ હતું અને છાપરાના પતરા ઉડયા હતાં.

જયારે કચ્‍છના ભુજમાં ર, નખત્રાણા અંજારમાં દોઢ ઇંચ વરસાદ પડયો છે.

રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ઉકળાટમાંથી લોકોને રાહત મળી છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : આજનું હવામન ૩૮.પ મહત્તમ ર૬.૪ લઘુતમ ૯ર ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭.૪ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.

ટંકારા

(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારાઃ ટંકારામાં રાત્રે ૧૦ વાગ્‍યાથી વાવાઝોડા જેવો ભારે પવન ફૂંકાયો હતો જેમા ઝૂંપડાના પતરા ઉડાડી દીધા હતા ટંકારાના સબસ્‍ટેશનમાંથી નીકળતા તમામ જયોતિગ્રામ ફીડર ભારે પવનના કારણે બંધ કરી દીધા હતા અને જેના કારણે ચૌમેર અંધાર પટ ફેલાયો હતો.

દશેરાના દિવસે ઘોડા ન દોડયા આજે ભારે ભયજનક પવન સાથે વરસાદ તૂટી પડ્‍યો હોય મામલતદર કચેરી ખાતે કાર્યરત ફલ્‍ડ કંટ્રોલ રૃમનો સંપર્ક માટેનો ટેલિફોન ડુલ થઈ ગયો હતો અને ફોન આવતા જતા બંધ થઈ ગયા છે ત્‍યારે ખરા ટાણે કોઈને મદદ ની જરૂર પડે તો ભારે થઈ પડે તેમ હોય તઆ બાબતે ફલ્‍ડ કંટ્રોલના લાય્‍ઝનિગ ઓફસર તાત્‍કાલિક યોગ્‍ય કરાવે તેવી માંગ ઉઠી છે.

ટંકારા મામલતદાર કચેરી ખાતે રવિવારે ૮ વાગ્‍યે થી રાત્રીના ૧૧:૫૦ વાગ્‍યા સુધીમાં ૩૭ એમ એમ વરસાદ એટલેકે પોણા બે ઈંચ વરસાદ નોંધાયો છે સિઝનના કુલ વરસાદ ની વાત કરી તો હાલે ૬૭ એમ એમ જેટલુ પાણી આકાશમાંથી વસ્‍યુ છે

ગોંડલ

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા )ગોંડલઃ દિવસભરના ધાબડીયા વાતાવરણ વચ્‍ચે સાંજે અનરાધાર વરસાદ વરસતા રાજમાર્ગો પર પાણી ફરી વળ્‍યા હતા.વરસાદ ના પગલે અસહ્ય બફારા વચ્‍ચે ઠંડક પ્રસરતા લોકો એ રાહત ની લાગણી અનુભવી હતી.

વરસાદના આકડા અંગે મામલતદાર કચેરી ના ફલડ કંટ્રોલ રુમ પર ફોન કરતા સતત નો રિપ્‍લાય થયો હતો. મામલતદાર નકુમ નો મોબાઇલ પણ નો રિપ્‍લાય હોય તંત્ર દ્વારા ફલડ કંટ્રોલ રુમ કાર્યરત કરાયો છે કે કેમ તે અંગે સવાલો ઉઠ્‍યા છે.સાથે તંત્ર ની ઢીલીનીતી પણ બહાર આવી છે

ઉપલેટા

(કૃષ્‍ણકાંત ચોટાઇ દ્વારા) ઉપલેટા : અસહય ગરમીના બફારા બાદ આજે બપોરના ૬ થી ૬.૩૦ દરમ્‍યાન ભારે વરસાદ પડેલ હતો. જે થોડી વારમાં વિજળીના કડાકા ભડાકા સાથે ભારે પવન અને વરસાદ પડતા ઉપલેટા સીટી નો આજે દિવસ દરમ્‍યાન ૩૧ મી.મી. વરસાદ પડેલ છે. તેમજ મોસમનો કુલ વરસાદ ૬૫ મી.મી. નોંધાયેલ છે. જયારે તાલુકાના ગામડાઓમાં વરજાંગ જાળીયા, નિલાખા, મેખાટીંબી, સહિતના ગામડાઓમાં પણ ૧ થી ૧.૩૦ ઈંચ વરસાદ પડયાના સમાચાર છે.

પ્રભાસ પાટણ

(દેવાભાઇ રાઠોડ દ્વારા) પ્રભાસ પાટણ : વેરાવળ વિસ્‍તારમાં બપોર બાદ વરસાદ શરૂ થયો હતો અને પવન ના સુસવાટા સાથે જોરદાર વરસાદ વરસતા પહેલા આગોતરી મગફળી વાવેલ તે મગફળી ને ખૂબજ ફાયદો થયેલ છે અને ખેતરોમાં પાણી ભરાઇ ગયા છે વરસાદ ની કાગ ડોળે રાહ જોતા ખેડૂતો મા હરખ જોવા મળેલ પવન સાથે એક થી દોઢ ઈંચ વરસાદ વરસેલ છે અને ત્‍યારબાદ વરસાદ બંધ થયેલ હતો વરસાદ ને કારણે મગફળી ના ખેતરોમા પાણી ભરાણા તે તસ્‍વીરમાં નજરે પડે છે

વિરપુર (જલારામ)

(કિશન મોરબીયા દ્વારા) વીરપુર (જલારામ) : યાત્રાધામ વીરપુરમાં સવારથી જ વાતાવરણમાં અસહ્ય ગરમી અને બફારો જોવા મળ્‍યો હતો પરંતુ બપોરબાદ પાંચ વાગ્‍યાની આસપાસ વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્‍યો અને આકાશમાં ઘટાટોપ વાદળો છવાઇ જવા લાગ્‍યા જેમને લઈને વરસાદી માહોલ સર્જાયો, ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસવા લાગ્‍યો હતો અને થોડી જ વારમાં વીરપુરના રોડ રસ્‍તાઓ પાણી પાણી થયા હતા,સવારથી જ બફારા વચ્‍ચે વરસાદી માહોલ જામતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને ગરમીથી લોકોને રાહત મળી હતી,વીરપુર તેમજ આજુબાજુ ગ્રામ્‍ય વિસ્‍તારમાં પણ વરસાદ પડ્‍યો હતો જેમને લઈને ખેડૂતોએ વાવેલા પાક પર કાચું સોનુ વરસ્‍યુ હતું. છેલ્લા ર૪ કલાકમાં પડેલ વરસાદના આંકડા નીચે મુબજ છે.

કચ્‍છ

અંજાર     ૩૯      મી.મી.

ગાંધીધામ  ૪        મી.મી.

નખત્રાણા  ૩૯      મી.મી.

ભચાઉ     પ       મી.મી.

ભુજ        પ૭      મી.મી.

મુંદ્રા        ૧૬      મી.મી.

માંડવી     ૧૧      મી.મી.

મોરબી

ટંકારા      ૪૦      મી.મી.

માળીયામીયાણા     ૧પ        મી.મી.

મોરબી     ૮        મી.મી.

વાંકાનેર   ર૦      મી.મી.

હળવદ    ૧૧      મી.મી.

જામનગર

લાલપુર   ર૯      મી.મી.

જામજોધપુર         ૧૮        મી.મી.

ધ્રોલ       ર        મી.મી.

જામનગર  ૪        મી.મી.

જોડીયા    ૩        મી.મી.

કાલાવડ   ૬        મી.મી.

ગીર સોમનાથ

તાલાલા    ૪        મી.મી.

વેરાવળ    ૪       મી.મી.

બોટાદ

ગઢડા      ૬       મી.મી.

બરવાળા   ૪       મી.મી.

બોટાદ     ર૩      મી.મી.

રાણપુર ૧૦     મી.મી.

(11:30 am IST)