Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

ગોંડલના ગોમટા ગામે જાહેરમાં જુગાર રમતા ૪ પકડાયા

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ : તાલુકાના ગોમટા ગામે જાહેરમાં જુગાર રમતા ૪ શખ્‍સોને પોલીસે ઝડપી લીધા હતા.

ગોમટા ગામે ગિરનાર સોસાયટી જવાના રસ્‍તે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે તાલુકા પોલીસે દરોડો પાડતા અતુલ લક્ષ્મણ ગુંજ, અશોક સવજીભાઈ અંબારીયા, ગુલાબ સિદિકભાઈ રફાઈ તેમજ અફઝલ અશોકભાઈ જાગાણી જુગાર રમતા મળી આવતા રૂપિયા ૧૨ હજારના મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

(11:34 am IST)