Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

મોરબી જીલ્લામાં સાવત્રિક વરસાદ : ટંકારા દોઢ, વાંકાનેરમાં પોણો ઇંચ વરસાદ નોંધાયો

(પ્રવિણ વ્‍યાસ દ્વારા)મોરબી,તા. ૨૭ : જીલ્લામાં સાવત્રિક વરસાદ, ટંકારા દોઢ,વાંકાનેરમાં પોણો ઇંચ વરસાદ નોંધાયો

મોરબી જીલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં મેધરાજાની તોફાની બેટિંગ જોવા મળી હતી અને ભારે પવન સાથે વરસાદની શરુ થતા જ મોરબીવાસીઓને મુશ્‍કેલીનો સામનો કરવો પડ્‍યો હતો તો છેલ્લા ૨૪ કલાકમાં ટંકારા પોણા દોઢ ઇંચ તો વાંકાનેરમાં પોણા ઇંચ જેટલો વરસાદ વરસ્‍યો હતો

મોરબી જીલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાંᅠ નોધાયેલવરસાદમાં મોરબીમાં ૮ એમએમ, ટંકારા ૪૦ એમએમ, વાંકાનેર ૨૦ એમએમ, હળવદ ૧૧ એમએમ અને માળિયા ૧૫ એમએમ વરસાદ નોંધાયો હતો તો તોફાની પવન સાથે આવેલ વરસાદના કારણે વ્રુક્ષો ધરાશાહી થયા હતા તો પતરા ઉડવાના બનાવો પણ સામે આવ્‍યા હતા તો હાઈવે પર ભારે પવનના કારણે વાહન ચાલકો મુશ્‍કેલીમાં જોવા મળ્‍યા હતા જીલ્લામાં ગઈકાલે વરસાદના કારણે લોકોમાં ખુસી જોવા મળી હતી પીજીવીસીએલની પ્રી મોનસુન કામગીરી કાગળો પર જ જોવા મળી હતી અને વરસાદ શરુ થયા બાદ મોરબી શહેરના મોટાભાગના વિસ્‍તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો અને શહેરીજનોને ગરમીના ઉકળાટમાં સમય વિતાવવાનો વારો આવ્‍યો હતો.

(11:41 am IST)