Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

આ પ્રકારના આસુરી કળત્‍યો સખત વખોડવાપાત્ર છે , તેને ડામી દેવા ઝડપથી તપાસ સંસ્‍થાઓ ન્‍યાય કરે : પુ.મોરારીબાપુએ જંત્રાખડી ગામ પહોંચી, પીડિત પરિવારને આશ્વાસન આપ્‍યું : ચિત્રકુટધામ તલગાજરડા તરફથી રૂપિયા એક લાખની તુલસી પ્રસાદી રૂપે અર્પણ કરી : સમાધિના દર્શન કર્યા

આખા ગામ સહિત પીડિત પરિવાર આશ્વાસન થી ભાવુક થયો : બદ્રીનાથની કથા પૂરી કરી ગીર સોમનાથ જિલ્લામાં પહોંચ્‍યા

 રાજકોટ તા.૨૭ : સૌરાષ્‍ટ્રના ગીર સોમનાથ જિલ્લાના જંત્રાખડી ગામમાં દશનામ સાધુ સમાજની દીકરી પર થયેલાં અમાનુષી કળત્‍યથી સમગ્ર સમાજ સ્‍તબ્‍ધ થયો છે.પૂ. મોરારીબાપુએ બદ્રીનાથની કથા પૂરી કરી તેઓ સીધા જ દિકરીની સમાધીના દર્શને જશે તેવો સંકલ્‍પ જાહેર કર્યો હોય.આજે તેઓ દેહરાદૂનથી સીધા જ હવાઈ માર્ગે દીવ પહોંચ્‍યાં હતાં.ત્‍યાથી મોટરમાર્ગે જંત્રાખડી ગામે ગયાં હતાં.
જંત્રાખડી ગામમાં પહોંચીને પીડિત પરિવારને પૂ.મોરારીબાપુએ  આશ્વાસન આપીને ચિત્રકુટધામ તલગાજરડા તરફથી રૂપિયા એક લાખની રકમ તુલસી પ્રસાદી રુપે અર્પણ કરી હતી.બાપુએ સમાધિના દર્શન કરીને જણાવ્‍યું હતું કે આ પ્રકારના આસુરી કળત્‍યો સખત વખોડવાપાત્ર છે.તેને ડામી દેવા ઝડપથી તપાસ સંસ્‍થાઓ ન્‍યાય કરે તેવો ભાવ પ્રગટ કર્યો હતો.આખા ગામ સહિત પીડિત પરિવાર આશ્વાસન થી ભાવુક થયો હતો.

 

(11:54 am IST)