Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

કચ્‍છમાં વધુ ૯ કેસ સાથે કોરોનાના દર્દીઓની સંખ્‍યા વધીને ૩૧ થઇ : ફરી કેસ વધતાં ચિંતા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા.૨૭: કોરોના ગયો એમ સમજી ફરી રૂટીન લાઈફ ચાલુ થઈ છે એવું સમજીએ ત્‍યાં તો ફરી કોરોના એ દેખા દેતાં ચિંતા થવા લાગી છે. કચ્‍છમાં વાત કરીએ તો છેલ્લા ત્રણ દિવસ થયા કોરોના ના દર્દીઓ વધી રહ્યા છે. નવા ૯ દર્દીઓ સાથે ત્રણ દિ'માં ૧૮ દર્દીઓ સાથે હવે કુલ એક્‍ટિવ કેસ વધીને ૩૧ થયા છે. આમ, ફરી વધતાં કેસોએ લોકોમાં ક્‍યાંક ને ક્‍યાંક કોરોના અંગે ચિંતા ઊભી કરી છે.

(11:55 am IST)