Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા રેકડી ધારકોને રજીસ્‍ટ્રેશન કરાવવા આદેશ

(વિનુ જોષી દ્વારા)જુનાગઢ, તા. ૨૭ : શહેરમાં જુદા-જુદા વિસ્‍તારોમાં રેંકડીથી પોતાનો ધંધો/રોજગાર ચલાવતા ધંધાર્થીઓએ મહાનગરપાલિકા દ્વારા નિયત કરવામાં આવેલા ધોરણ મુજબ જરૂરી ફી દર મહિને જમા કરવાની થતી હોય છે. વિશેષમાં ધંધાર્થીઓ અને મનપાનાં વહીવટી તંત્ર એમ બંને માટે સરળતા અને સુગમતા જળવાઈ રહે તે માટે શહેરી ફેરિયાઓના રજિસ્‍ટ્રેશન કરવાનો નિર્ણય કરવામાં આવેલ છે.

જેથી મહાનગરપાલિકા દ્વારા શહેરમાં જુદાજુદા સ્‍થળોએ રેંકડીથી રોજગાર રળતા ધંધાર્થીઓને વિના વિલંબે પોતાના વ્‍યવસાય માટેનું જરૂરી રજિસ્‍ટ્રેશન કરાવી લેવા માટે ખાસ અપીલ કરવામાં આવેલ છે.જેથી  રજીસ્‍ટ્રેશન કરાવેલ રેકડી ધારકોને સરળતાથી ઓળખી શકાય અને સરકારની વિવિધ યોજના હેઠળ મળવાપાત્ર લાભો આપી શકાય. જે શહેરી ફેરિયા ધંધાર્થી તેમના ધંધાનું રજિસ્‍ટ્રેશન કરાવી લેવામાં નિષ્‍ફળ રહેશે તેઓની સામે  મહાનગરપાલિકા દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

શહેરી ફેરિયાઓએ તેમના વ્‍યવસાયનું રજિસ્‍ટ્રેશન કરાવા કામકાજના દિવસોમાં ઓફિસ સમય દરમિયાન જુનાગઢ મહાનગરપાલિકા, સ્‍વામી વિવેકાનંદ ભવન, આઝાદ ચોક, રેવન્‍યુ ટેક્‍સ શાખા, બીજો માળ, રૂમ નં. ૨૦૪, જુનાગઢ ખાતે સંપર્ક કરવા જણાવવાયું છે. રજિસ્‍ટ્રેશનની પ્રક્રિયા માટે આધાર કાર્ડ,રહેણાંક પુરાવો,રેશનકાર્ડ જેવા દસ્‍તાવેજ સાથે રાખવા યાદીમાં જણાવાયું છે

(1:21 pm IST)