Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

જૂનાગઢ રેવન્‍યુ બાર એસોશીએશન દ્વારા ક્‍લેકટરને રજૂઆત

(વિનુ જોષી દ્વારા)જૂનાગઢ, તા. ૨૭ : રાજય સરકારના મહેસુલ વિભાગ  દ્વારા મહાનગરપાલીકા વિસ્‍તાર તથા ગ્રામ્‍ય વિસ્‍તારમાં સીટી સર્વેના જાહેરનામા બહાર પાડી, આવા વીસ્‍તારો સીટી સર્વે લીમીટમાં દાખલ કરવામાં આવેલ હોવાથી સીટી સર્વે લીમીટમાં આવતા અને પ્રોપર્ટીકાર્ડ તૈયાર થયેલ ન હોય તેવા ખેતી સીવાયની ઉપજના બીનખેતી પ્‍લોટોની જમીન તથા ગામતળના પ્‍લોટોની જમીન કે જેની નોંધ ગામ નમુના નંબર-રના રજીસ્‍ટ્રરમાં થયેલ હોય છે અને તેમાં રજી. વેચાણ દસ્‍તાવેજના આધારે સીધી જ નોંધ ગામ નમુના નંબર-રમાં નામફેર કરવાની હોય છે, અને આ મુજબની નોંધની પ્રકિયા જૂનાગઢ જીલ્લા સીવાય અન્‍ય તમામ જીલ્લાઓમાં થાય છે. જૂનાગઢમાં બીનખેતી પ્‍લોટોની ખેતીની જમીનની એન્‍ટ્રીઓ માટેના ઇ-ધરા કેન્‍દ્રમાં આવેલ સોફટવેરમાં નોંધો નાખવામાં આવે છે, જે અન્‍ય જીલ્લાઓમાં કાર્યરત નથી.

જેથી રાજયના અન્‍ય તમામ જીલ્લાઓમાં બીનખેતીના પ્‍લોટો માટે કીરાયા ખાતુ નામફેર કરવા અર્થે ગામ નમુના નંબર-ર માં તેની અસર આપવામાં આવે છે. અને સરકારે નીશ્‍ચીત કર્યા અનુસાર ગામ નમુના નંબર-ર માં જ કીરાયાની અસર આપવામાં આવ છે. તો તે મુજબની કાર્યવાહી જૂનાગઢ જીલ્લામાં પણ અમલી બનાવવા અંગે રેવન્‍યુ બાર એસોશીએશન દ્વારા ક્‍લેકટરને રજૂઆત  કરવામાં આવી છે.

(1:21 pm IST)