Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

જુનાગઢના ત્રણ શખ્‍સો પાસા તળે જેલ હવાલે

જુનાગઢ તા.ર૭ : પાસા વોરન્‍ટના ઇસ્‍યુ થયા બાદ ત્રણેય પાસા વોરન્‍ટના આરોપીને પકડીપાડવા ક્રાઇમ બ્રાંનચના પોલીસ ઇન્‍સ. એચ.આઇ.ભાટીના માર્ગદર્શન હેઠળ ક્રાઇમબ્રાન્‍ચની બે અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ જેમાં અનુ.નં.(૧) વનરાજ ઉર્ફૈ શિકારી રણુભાઇ ખુમાણ કાઠી દરબાર (ઉ.વ.ર૮) રહે. નવી ચાવંડ તા. વિસાવદર પો.કોન્‍સ ડાયાભાઇ કરમટા, ભરતભાઇ સોનારા તથા કરશનભાઇ કરમટા દ્વારા હકિકત આધારે જુનાગઢ, ઝાંસીના પુતળા પાસેથી પકડી પાડવામાં આવેલ. તેમજ અનુ (ર) અકરમ અલ્લારખા પલેજા ગામેતી ઉ.વ.ર૧ ધંધો મજુરી રહે. માણાવદર રઘુવીરપરા તથા (૩) બ્રીજેશભાઇ ઉફે બાદલ ભરતભાઇ ધનજીભાઇ કણસાગરા પટેલ (ઉ.વ.ર૧) રહે. સુલતાનબાદ કોન્‍સ. જીતેષ મારૂ પ્રકાશભાઇ ડાભી તથા પો. કોન્‍સ. દિપકભાઇ બડવા તથા માણાવદર  પો. સ્‍ટાફ દ્વારા માણાવદર રઘુવીરપરા ખાતેથી પકડી પાડી અનુ. નં.૧ તથા ર ને સેન્‍ટ્રલ જેલ વડોદરાતથા નં.૩ ને સેન્‍ટ્રલ જેલ, અમદાવાદ ખાતે મોકલી આપવામાં આવેલ છે.

ક્રાઇમબ્રાન્‍ચના પોલીસ ઇન્‍સ. એચ.આઇ.ભાટી તથા પો. સબ. ઇન્‍સ. ડી.જી.બડવા તથા માણાવદર પો. સ્‍ટે.ના પો. સ.ઇ. એસ.એન.સગારકા તથા ક્રાઇમબ્રાન્‍ચ, જુનાગઢ એ.એસ.આઇ. નિકુલ એમ.પટેલ તથા પો. હેડ કોન્‍સ. જીતેષ મારૂ તથા પો. કોન્‍સ. દિપકભાઇ બડવા, ડાયાભાઇ કરમટા, ભરતભાઇ સોનારા તથા કરશનભાઇ કરમટા તથા વુ.પો. કોન્‍સ. રાજેશ્રી દિવરાણીયા તથા માણાવદર પો. સ્‍ટે.ના પો. હેડ કોન્‍સ. ગોવિંદભાઇ બારડ તથા પો. કોન્‍સ. સતીષભાઇ વારગીયા શૈલેષભાઇ કરંગીયા વિગેરે પોલીસ સ્‍ટાફએ સાથે રહી આ કામગીરી કરેલ છે.

(1:23 pm IST)