Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

પોરબંદર ભારતીય પ્રજ્ઞાચક્ષુ ગુરૂકુલમાં રાષ્‍ટ્રીય કક્ષાની ‘સક્ષમ' દિવ્‍યાંગતા સંસ્‍થાનો પ્રારંભ

પોરબંદર તા. ર૭ : ભારતીય પ્રજ્ઞાચક્ષુ ગુરૂકુળ, ખાતે દિવ્‍યાંગતા ક્ષેત્રે રાષ્‍ટ્રીય કક્ષાએ કાર્યરત સંસ્‍થા ‘સક્ષમ'નો શુભારંભ કરવામાં આવ્‍યો છે.

‘સક્ષમ' સમદૃષ્‍ટી, ક્ષમતા, વિકાસ અને અનુસંધાન મંડળએ રાષ્‍ટ્રીય સંગઠન છે. જે તમામ પ્રકારના (એટલે કે ર૧ પ્રકારની દિવ્‍યાંગતા) દિવ્‍યાંગોના સર્વાંગી વિકાસ માટે કાર્યરત છે. દિવ્‍યાંગ વ્‍યકિત પરીવાર અને સમાજ માટે કયારેય બોજારૂપ નથી. જો તેમની યોગ્‍યતા અને ક્ષમતાનો વિકાસ કરવામાં આવે અને એ માટે તેમને મદદરૂપ બનવું અત્‍યંત આવશ્‍યક છે જેથી ગમે તેવી દિવ્‍યાંગતા હોવા છતાં જોમ અને જુસ્‍સો દેખાડી આત્‍મવિશ્વાસથી સ્‍વાવલંબી અને સ્‍વાભિમાની જીવન જીવી સમાજ અને રાષ્‍ટ્ર નિર્માણમાં તેઓ મહત્‍વનું યોગદાન આપી શકે છ.ે

સક્ષમએ દિવ્‍યાંગોની શિક્ષા પ્રત્‍યે શાળા-છાત્રલયો અને પ્રશિક્ષણનું કાર્ય કરે છે. તેમના સ્‍વાસ્‍થ, સ્‍વાવલંબન, સામાજીક વિકાસ, કોર્નિયા, અંધત્‍વ મુકત ભારત, ક્ષમતા, વિકાસ, તેત્રદાન જાગૃતિ અભિયાન જેવા કાર્યક્રમો સમગ્ર દેશમાં ચલાવી રહેલ છ.ે

‘સક્ષમ'ના સ્‍થાપના દિન ર૦ મી જુનના દિવસે પોરબંદર ‘સક્ષમ' ની સ્‍થાપના કરવામાં આવી જેમાં દિવ્‍યાંગતા નેત્ર કાર્યરત  સમાજ સેવકો, દિવ્‍યાંગ વ્‍યકિતઓનો સમાવેશ કરવામાં આવેલ છે આ પ્રસંગે પોરબંદર જીલ્લાના દિવ્‍યાંગ ખેલાડીઓ કે જેઓએ તાજેતરમાં રાષ્‍ટ્રીય કક્ષાએ અને રાજય કક્ષાએ જુદી જુદી સ્‍પર્ધાઓમાં વિજેતા બની પોરબંદર જીલ્‍લાનું નામ ઝહળતું કરેલ છે. તેવા દિવ્‍યાંગ ખેલાડીઓને પ્રોત્‍સાહિત કરી સન્‍માનીત કરવામાં આવેલા.

વંદેમાતરમ્‌ના ગાન અને ‘સક્ષમ' ના ગીત સાથે શુભારંભ થયેલ આ કાર્યક્રમમાં મહાનુભાવોના વરદ્‌ હસ્‍તે દિપ પ્રાગ્‍ટય કરી મંગલ પ્રારંભ કરવામાં આવ્‍યો. ‘સક્ષમ' સૌરાષ્‍ટ્રના સંયોજક ચુનીભાઇ પાલડીયા (રાજકોટ) દ્વારા પોરબંદર જીલ્લાના દિવ્‍યાંગ ભાઇ-બહેનોનું સ્‍વાગત કરવામાં આવેલ. બાદ ‘સક્ષમ' સંસ્‍થાની કામગીરી ફિલ્‍મ પ્રોજેકટ દ્વારા બનાવી ‘સક્ષમ' નો પરિચય આપવામાં આવ્‍યો. આ પ્રસંગે ‘સક્ષમ' ગુજરાત દ્વારા પોરબંદર શહેરમાં દિવ્‍યાંગતા ક્ષેત્રે કાર્ય કરી રહેલી સંસ્‍થાઓના સંચાલકો કમલેશભાઇ ખોખરી, સેક્રેટરી ભારતીય પ્રજ્ઞાચક્ષુ ગુરૂકુળ, પોરબંદર અને મંદુબુધ્‍ધીના બાળકોની સંસ્‍થા શિશુ કુંજના સંચાલીકા બહેન ચંદ્રીકાબેન ભલાણીનું દિવ્‍યાંગોની સમર્પિત ભાવથી કરી રહેલ ‘સેવા' માટે સન્‍માન કરવામાં આવ્‍યું હતું.

‘સક્ષમ' ગુજરાત પ્રાંતના સચિવ નિતીનભાઇ જાની (નડીયાદ) એ ‘સક્ષમ' એ દિવ્‍યાંગોના સર્વાંગી વિકાસ માટે કાર્ય કરતું સંગઠન છે અન ેદિવ્‍યાંગોના જીવનમાં પડતી અનેક પ્રકારની મુશ્‍કેલીઓમાં મદદરૂપ થવા માટે ચાલતી અનેક પ્રકારની પ્રવૃતિઓની માહિતી આપી પોરબંદર જીલ્લામાં પણ ‘સક્ષમ' સંસ્‍થાની સ્‍થાપનાની જાહેરાત કરવામાં આવી.

આ પ્રસંગે સ્‍વંયસેવક સંઘ-પોરબંદર જીલ્લાના સંઘ સંચાલક વિનોદભાઇ કોટીયા, સક્ષમ ગુજરાતના સચિવ નિતિનભાઇ જાની, સમક્ષમ સૌરાષ્‍ટ્ર પ્રાંતના સંયોજક ચુનિભાઇ પાલડીયા, શહેરના સમાજ સેવકો અને નગરજનો સાથે વિશાળ સંખ્‍યામાં દિવ્‍યાંગ ભાઇ-બહેનો ઉપસ્‍થિત રહેલા. ભારતીય પ્રજ્ઞાચક્ષુ ગુરૂકુળ, પોરબંદરના સેક્રેટરી કમલેશભાઇ ખોખરીએ જણાવ્‍યું કે, તાજેતરના કાયદા મુજબ ર૧ પ્રકારની દિવ્‍યાંગતા ધરાવતી વ્‍યકિતઓનો સમાવેશ કરવામાં આવેલ છે. પરંતુ આ દિવ્‍યાંગ વ્‍યકિતઓનેજ એની માહીતી નથી. એટલે  એવા જાગૃતતાના કાર્યક્રમો બાદ તેના સર્વાંગી વિકાસની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે. એક અંદાજ પ્રમાણે સર્વે મુજબ કુલ વસ્‍તીના ૧૦% લોકો વિવિધ પ્રકારની દિવ્‍યાંગતા ધરાવે છે, જે નવા દિવ્‍યાંગોના સમાવેશ બાદ ર૦% લોકો દિવ્‍યાંગતા ધરાવતા હોવાનો અંદાજ છે. આટલી મોટી સંખ્‍યાના લોકો માટે ઘણું બધુ કામ કરવાનું બાકી રહેલ છ.ે આભાર દર્શન બાદ સમુહ રાષ્‍ટ્રગીતના ગાન બાદ કાર્યક્રમની પુર્ણાહુતિ કરવામાં આવી.

(1:25 pm IST)