Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

જેતપુરમાં ૧૬ બોટલ દારૂસાથે મોહનલાલ પકડાયો

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. ર૭ :.. સરદાર ચોક વિસ્‍તારમાંથી ઇંગ્‍લીશ દારૂની ૧૬ બોટલ સાથે પરપ્રાંતીય શખ્‍સને પોલીસે ઝડપી લીધો હતો.

ડીવાયએસપી કચેરીના બાબાલાલ ચુડાસમા, સીટી પીએસઆઇ સી. ટી. વસોયા, રાજાભાઇ મકવાણા, ઘનશ્‍યામસિંહ જાડેજા, મનદિપસિંહ જાડેજા, હિતેષભાઇ વરૂ, રામજીભાઇ ગરેજા શહેરી વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં નીકળેલ તે દરમ્‍યાન સરદાર ચોક વિસ્‍તારમાંથી પસાર થતા પરપ્રાંતીય મોહનલાલ હરદાનારામ બીસ્‍નોઇ (રહે. રાજસ્‍થાન) ને દારૂની ૧૬ બોટલો કિ. ૧૪,૦૦૦  સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરેલ હતી.

(1:25 pm IST)