Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

વેરાવળમાં ચોરાઉ મોટર સાયકલ સાથે ઝડપાયો

વેરાવળ, તા.૨૭: વેરાવળ સીટી પોલીસ ઇન્‍સ્‍પેકટર એસ.એમ.ઇશરાણી  સુચના અન્‍વયે ર્ંએ.એસ.આઇ. દેવદાનભાઇ માણંદભાઇ તથા પો. હેડ કોન્‍સ મયુરભાઇ મેપાભાઇ તથા સુનીલભાઇ માંડણભાઇ તથા પો. કોન્‍સ. પ્રદિપસીંહ વાલાભાઇ તથા પ્રવિણભાઇ હમીરભાર્ઇં વિ. વેરાવળ સીટી પો.સ્‍ટે. વિસ્‍તારમાં પ્રોહી/જુગાર ડ્રાઇવ સબબ પેટ્રોલીંગમા હતા દરમ્‍યાન ર્ંપો. હેડ કોન્‍સ. મયુરભાઇ મેપાભાઇ તથા પો. કોન્‍સ. પ્રદિપસિંહ વાલાભાઇને  મળેલ હકીકત આધારે ર્ંવેરાવળ કોસ્‍ટ ગાર્ડની ઓફીસ પાર્સેં થી આરોપી ર્ંઇમ્‍તીયાઝ અબ્‍દુલભાઇ જમાદાર રહે. ગરીબ નવાઝ કોલોની વાળો રજી.નં.-જીજે-૧૧-પી-૨૫૮૦ વાળી ખોટી નંબર પ્‍લેટ લગાડેલ ચોરાઉ મોટર સાયકલ ચલાવી નીકળર્તાં મજકુરને સદરહુ મો.સા. બાબતે પુછપરછ કરતા અને મોટર સાયકલ જોતાં ર્ંપાછળની બાજુ નંબર પ્‍લેટ લગાડેલ રીંગણી કલરની જુના જેવી હીરો સ્‍પ્‍લેન્‍ડર પ્‍લસ મો.સા. હોય  આધાર પુરાવા નહી હોવાનુ જણાવેલ જેથી મજકુર ઇસમએ ઉપરોકત મો.સા. ચોરી છુપીથી કે છેતરપીંડીથી મેળવેલ હોવાનુ જણાતુ હોય કિ.રૂા.૧૫,૦૦૦/- ગણી સી.આર.પી.સી. કલમ-૧૦૨ મુજબ શકપડતી મિલ્‍કમત તરીકે કબ્‍જો કરી કાર્યવાહી કરવામાં આવેલ છે.

(1:30 pm IST)