Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

દેવભુમી દ્વારકા જીલ્લાના ભાણવડ-ખંભાળીયામાં મેઘાડંબર વચ્‍ચે વરસાદી ઝાપટા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ર૭: રાજયમાં હળવા વરસાદની હવમાન ખાતાની આગાહી વચ્‍ચે ગઇકાલે સાંજે ભારે મેઘાડંબર વાદળછાયું વાતાવરણ સાંજે અંધારાની સ્‍થિતિ ભારે ગાજવીજ વચ્‍ચે હળવું ઝાપટું ખંભાળિયા અને ભાણવડ પંથકમાં પડયું હતું. જો કે ખંભાળિયાના ગ્રામ્‍ય પંથક તથા ભાણવડમાં પણ અનેક ગામોમાં વરસાદના હળવા ઝાપટા તો કયાંક અડધા ઇંચ જેટલો વરસાદ પડયો હતો.

હજુ વાવણી લાયક વરસાદ જિલ્લામાં કયાંય ના પડયો હોય તથા વરસાદ હજુ નિયમિત ના થયો હોય બહુ ઓછા વિસ્‍તારોમાં વાવણીના શ્રી ગણેશ થયા છે.

(1:30 pm IST)