Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

પોરબંદરના મીયાણી-ભાવપરામાં ગેરકાયદે ખનીજ ખાણ ઉપર દરોડા `: ર ચકરડી સહિત ૩.પ૦ લાખનો મુદ્દામાલ જપ્ત

પોરબંદર, તા. ર૭ `:  તાલુકાના મીયાણી-ભાવપરામાં ગેરકાયદે ખનીજ ખાણ ઉપર જિલ્લા કલેકટરની સુચનાથી દરોડા પાડવામાં આવતા ર ચકરડીઓ તથા ૪૦૦ કટીંગ કરેલા પથ્થરો સહિત કુલ ૩પ,૦૦,૦૦૦ નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. દરોડા દરમિયાન આરોપીઓ હાથ આવ્યાં નથી.

જિલ્લા કલેકટર અશોક શર્માની સુચનાથી મામલતદાર રાહુલ ડોડિયા, ડે. મામલતદાર વિજય વરૃની ટીમે મીયાણી-ભાવપરામાં ગેરકાયદે ચાલતી ખાણો ઉપર દરોડા પાડતા સ્થળ ઉપર પથ્થર કટીંગની ર ચકરડી તથા કટીંગ કરેલા ૪૦૦ પથ્થરો મળી કુલ રૃા. ૩,પ૦,૦૦૦ નો મુદામાલ મળતા જપ્ત કરેલ છે. પોરબંદર પંથકમાં વધતી ખનીજ ચોરી પકડવા ડ્રોન કેમેરા દ્વારા ચેકીંગ હાથ ધરવા માંગણી ઉઠી છે.

(1:38 pm IST)