Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

કચ્છ સરહદે હાઇએલર્ટ : ક્રીકમાં પેટ્રોલિંગ દરમિયાન બોટ ઉંધી વળતા આર્મીના ૬ જવાનોને બીએસએફે બચાવ્યા

કાશ્મીરમાં ડ્રોન હુમલાઓ વચ્ચે કચ્છ સરહદે જાપ્તો વધારાયો : બીએસએફ ઉપરાંત આર્મી પણ તૈનાત

 

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૭ : કાશ્મીરમાં વધેલા આતંકી હુમલા અને ડ્રોન વડે કરાતાં હુમલાને પગલે કચ્છ સરહદે જાપ્તો વધારાયો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે બીએસએફ ના ભુજ હેડ કવાર્ટર પરથી પણ જવાનોને સરહદ ઉપર તૈનાત કરાયા છે. તો, જવાનોની રજા પણ રદ્દ કરાઈ હોવાની ચર્ચા છે.

દરમિયાન કચ્છ સરહદે અત્યારે બીએસએફ ઉપરાંત આર્મી પણ તૈનાત છે. આર્મીના ૬ જવાનો કચ્છની કોરી ક્રીક સરહદે બોટમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે આ બોટ ઊંધી વળી ગઈ હતી. જોકે, એ સમયે હમેંશા ત્યાં તૈનાત રહેતા બીએસએફના જવાનોએ આર્મીના જવાનોને બચાવી લીધા હતા.

જોકે, ૧૫ ઓગસ્ટ પૂર્વે તકેદારીના ભાગ રૂપે દર વખતની જેમ આ વખતે પણ કચ્છ સરહદે હાઈ એલર્ટ છે.

(10:28 am IST)