Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

પોરબંદરના દરિયામાં જેતપુરના ઔદ્યોગિક કેમીકલ ઠાલવવા સામે ગ્રીન ટ્રીબ્‍યુનલમાં રજૂઆત

પોરબંદર, તા. ૨૭ :. જેતપુરના ઉદ્યોગોનું કેમીકલયુકત પાણી દરિયામાં ઠાલવવાના વિરોધમાં પોરબંદરના માછીમાર આગેવાન મધુભાઈ સોનેરીએ નેશનલ ગ્રીન ટ્રીબ્‍યુનલમાં રજૂઆત કરી છે.

માછીમાર આગેવાન મધુભાઈ સોનેરીએ નેશનલ ગ્રીન ટ્રીબ્‍યુનલમાં કરેલી રજૂઆતમાં જણાવ્‍યું છે કે હાલમાં અરબી સમુદ્રમાં ઓકસીજનનું પ્રમાણ ઘટી ગયું છે અને પ્‍લાસ્‍ટિકનું પ્રમાણ વધ્‍યું છે જેથી માછલીઓની પ્રજજન શકિત નાશ પામી છે દિવસે દિવસે માછલીનું ઉત્‍પાદન ઘટતુ જાય છે અને નિષ્‍ણાંતોના અહેવાલ ચોંકાવનારા છે. જેથી જો આ જેતપુર સાડી ઉદ્યોગનું પાણી અરબી સમુદ્રમાં છોડવામાં આવશે તો માછલીઓ, દરિયાઈ વનસ્‍પતિ, કોરલ વગેરેનું પણ નિકંદન નીકળી જશે માછલીઓ નાશ પામશે.

(10:32 am IST)