Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

પેરોલ ઉપર છૂટી ૧ મહિનાથી ફરારી જોરાવરનગરમાં ઝડપાયો

ખૂન કેસમાં આજીવન સજા ભોગવતો

વઢવાણ,તા. ૧૧ :જોરાવરગનર પો.સ્‍ટે. વિસ્‍તારમાં પેટ્રોલીંગ હાથ ધરી ચોકકસ બાતમી હકીકત મેળવેલ કે ચારેક વર્ષ પહેલા રતનપર ખાણ વિસતારમાં બનેલ ખુનના બનાવમાં આજીવન કેદની સજા પામેલ ઇસમ બળદેવ ઉર્ફે ચકો લાલજીભાઇ ઝીંઝુવાડીયા ચુ.કોળી રહે.રતનપર ખાણ વિસ્‍તાર બાયપાસ રોડ સુરેન્‍દ્રનગર વાળાએ ત્રણ મહીનાની પેરોલ રજા પર આવી જોરાવનગર પો.સ્‍ટે. ગુ.ર.નં ૧૧૨૧૧૦૨૫૨૧૦૪૬૨ ઇ.પી.કો કલમ-૩૨૪ વિમુજબનો ગુન્‍હો આચરી છેલ્લા એક માસથી સદર ગુન્‍હા કામે વોન્‍ટેડ છે અને મજકુર આરોપી હાલે મેકસન સર્કલથી ધોળીધજા તરફ જતા કાચા રસ્‍તે જાય છે. જેથી એલ.સી.બી. ટીમ દ્વારા તાત્‍કાલીક બાતમી હકીકત વાળી જગ્‍યાએ છાપો મારી મજકુર આરોપી બળદેવ ઉર્ફે ચકો લાલજીભાઇ ઝીંઝુવાડીયા ચુ.કોળી રહે.રતનપર ખાણ વિસ્‍તાર બાયપાસ રોડ સુરેન્‍દ્રનગર વાળાને પકડી સી.આર.પી.સી. કલમ-૪૧(૧)આઇ મુજબ અટક કરી આગળની કાર્યવાહી અર્થે જોરાવરનગર પો.સ્‍ટે. સોપી આપવા તજવીજ કરવામાં આવેલ છે.

રેડીંગ પાર્ટી -

એલ.સી.બી. ટીમ સુરેન્‍દ્રનગરના પોલીસ ઇન્‍સ્‍પેકટર શ્રી ડી.એમ.ઢોલ સાહેબના સીધા સુપરવિઝન માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્‍સ. શ્રી વી.આર.જાડેજા તથા એ.એસ.આઇ. નરેન્‍દ્રસિંહ દિલાવરસિંહ તથા પો.કોન્‍સ અજયસિંહ વિજયસિંહ તથા નિર્મળસિંહ મંગળસિંહ એ રીતેની ટીમ દ્વારા ચાલુ તપાસનો નાસતો ફરતો આરોપી શોધી કાઢેલ છે.

(11:21 am IST)