Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

દેરડી કુંભાજીનું એક માત્ર એટીએમ ૨ માસથી બંધ : વહેલી તકે ચાલુ કરવા માંગણી

ગોંડલ,તા. ૨૭ : તાલુકાના દેરડી કુંભાજી ગામે યુનિયન બેન્‍કનું એટીએમ આશરે બે મહિનાથી બંધ છે. એટીએમ શોભાનું છે.

તેથી દેરડી ગામના તથા આજુબાજુના બેન્‍ક ગ્રાહકોને મુશ્‍કેલી પડી રહી છે.

ગામની ૧૦ હજારની વસ્‍તીએ એક માત્ર એટીએમ હતું. એ પણ બંધ. બેન્‍કવાળા તાત્‍કાલિક ચાલુ કરાવે. એવી ગામ લોકોની માંગણી ઉઠી છે. આ બાબતે મૌખિક રજુઆતો થઇ છે.

 

(10:38 am IST)