Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

ભડલીના યુવાનની હત્યા અંગે મિત્રની ધરપકડ

 

ભાવનગર, તા. ૨૭ :. ભાવનગરના ભડલી ગામે થયેલ યુવાનની હત્યાનો ભેદ ઉકેલી પોલીસે મૃતક યુવાનના મિત્રને ઝડપી લીધો છે. સિહોર તાલુકાના ભડલી ગામના રણજીતસિંહ કુંવરભા ગોહિલ નામના યુવાનની હત્યા કરાયેલ હાલતમા લાશ મળી આવી હતી. આ અંગે મૃતકના ભાઈએ અજાણ્યા શખ્સ વિરૂદ્ધ સિહોર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. પોલીસે હાથ ધરેલી તપાસ દરમ્યાન ભડલી ગામનો જ યશપાલ રાજેન્દ્રસિંહ ગોહિલની શંકાના આધારે પૂછપરછ કરતા ભાંગી પડેલા યશપાલ ગોહિલે તેને જ તેના મિત્ર રણજીતસિંહ સાથે થયેલી બોલાચાલીમાં ઉશ્કેરાઈ જઈ લાકડી વડે માથા તેમજ મોંના ભાગે હુમલો કરી તેની હત્યા નિપજાવ્યાની કબુલાત આપી હતી. પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(11:11 am IST)