Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

જાફરાબાદ-ધારીમાં ૧ાા, બાલંભામાં ૧ ઈંચ

બે દિવસ મેઘરાજાએ સટાસટી બોલાવ્યા બાદ વરસાદનું જોર ઘટયું: સૌરાષ્ટ્રના ૨૬ તાલુકામાં હળવા-ભારે ઝાપટા

 

બગસરામાં વરસાદી પાણી ફરી વળ્યા : બગસરા :  ઘણા દિવસોથી વરસાદની રાહ જોતા ખેડૂતો વરસાદ આવતા ખેડૂતોમાં ખુશી છવાઇ હતી અને મૂરઝાતી મોલમાં જીવતદાન મળ્યું હોય તેમ લાગ્યું છે છેલ્લા ૨૪ કલાકમાં બગસરા પંથકમાં સવા ઈચ જેટલો વરસાદ નોંધાયો છે ત્યારે ધીમી ધારે વરસાદ પડતો હોવાથી નીચાણવાળા વિસ્તારોમાં રોડ પર પાણી ફરી વળ્યા હતા કોઈપણ જાતની નુકસાનની થયેલ નથી અને મૂરઝાતી મોલમાં જીવન દાન મળતા ખેડૂતોમાં ખુશી અને આનંદ થયો હતો. (તસ્વીરઃ સમીર વિરાણી બગસરા)

રાજકોટ, તા. ૭ :. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં શનિ-રવિ બે દિવસ મેઘરાજાએ મહેર કર્યા બાદ આજથી વરસાદનું જોર ઘટયુ છે.

ગઈકાલે સાંજના જાફરાબાદ અને ધારીમાં દોઢ ઈંચ વરસાદ પડયો છે જ્યારે જામનગર જીલ્લાના જોડિયા તાલુકાના બાલંભામાં એક ઈંચ વરસાદ પડયો છે.

આજે સવારથી સર્વત્ર મિશ્ર વાતાવરણનો માહોલ યથાવત છે અને વાતાવરણમાં ઠંડકની અસર સાથે પવન ફુંકાઈ રહ્યો છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ જામનગર જીલ્લાના અલીયાબાડા, કાલાવડના નવાગામ, જોડિયાના પીઠડમાં અડધો ઈંચ અને બાલંભામા એક ઈંચ વરસાદ પડયો છે.

જ્યારે લતીપુર, સમાણા, શેઠવડાળા, વાંસજાળીયા, પરડવામાં હળવા ભારે ઝાપટા વરસ્યા છે.

છેલ્લા ૨૪ કલાકમાં પડેલ વરસાદના આંકડા નીચે મુજબ છે.

અમરેલી

અમરેલી     ર૮ મી. મી.

ખાંભા        ૧૦ મી. મી.

જાફરાબાદ  ૩૪ મી. મી.

ધારી        ૩૦ મી. મી.

બગસરા     ૯ મી. મી.

રાજૂલા      ૧૭ મી. મી.

લાઠી        પ મી. મી.

લીલીયા     ૧૩ મી. મી.

વડીયા      ૭ મી. મી.

સાવરકુંડલા ૧૭ મી. મી.

સુરેન્દ્રનગર

ચોટીલા     ૧ મી. મી.

થાનગઢ     ૩ મી. મી.

લખતર      ૧ મી. મી.

લીંબડી      ૯ મી. મી.

મુળી ૭ મી. મી.

સાયલા      ર મી. મી.

વઢવાણ     ૬ મી. મી.

પોરબંદર

પોરબંદર    ૧ મી. મી.

રાણાવાવ    ૧ મી. મી.

કુતિયાણા    ર મી. મી.

જામનગર

કાલાવડ     ૬ મી. મી.

જામજોધપુર ર મી. મી.

જામનગર   ર મી. મી.

જોડીયા      ૧૦ મી. મી.

ધ્રોલ ૩ મી. મી.

દેવભૂમિ દ્વારકા

ભાણવડ        પ મી. મી.

(11:45 am IST)