Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

દારૂના ગુન્હામાં શાપર (વેરાવળ)ના પાંચ મહિલા સહિત છ હદપાર

 

શાપર (વે.), તા. ૨૭ :. રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિક્ષક બલરામ મીણા દ્વારા રાજકોટ ગ્રામ્ય જીલ્લા વિસ્તારમાં પ્રોહીની પ્રવૃતિ કરતા ઈસમોની પ્રોહીની પ્રવૃતિને અંકુશમાં લેવા સારૂ તેઓ ઉપર અવારનવાર રેઈડો કરી પ્રોહીબીશનના કેસો કરવામાં આવેલ હોય તેમ છતા આ ઈસમો તેઓની પ્રોહીની પ્રવૃતિ ચોરીછૂપીથી ચાલુ રાખતા હોય જેથી તેઓ વિરૂદ્ધ અસરકારક અટકાયતી પગલા લેવા જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક પી.એ. ઝાલા ગોંડલ ડીવી.ના માર્ગદર્શન હેઠળ શાપર-વેરાવળના પો. સબ ઈન્સ. કે.એ. ગોહિલ તથા શાપર વેરાવળ પો.સ્ટે.ના સ્ટાફ દ્વારા એલ.સી.બી. પો. ઈન્સ. એ.આર. ગોહિલ તથા એલ.સી.બી. શાખાના સ્ટાફ સાથે કરી, શાપર-વેરાવળ વિસ્તારમાં પ્રોહીની પ્રવૃતિ કરતા ઈસમો વિરૂદ્ધ જી.ઈ.પી. એકટ ૫૬(ક) (ખ) તથા જી.પી.એકટ કલમ ૫૭ (ગ) મુજબ સુવ્યવસ્થિત રીતે હદપારી દરખાસ્તો તૈયાર કરી નાયબ કલેકટરશ્રી અને સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી રાજકોટ (શહેર-૨)ની કચેરી તરફ મોકલતા નાયબ કલેકટરશ્રી અને સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટ ચરણસિંહ ગોહિલ દ્વારા રાજકોટ ગ્રામ્ય તથા રાજકોટ શહેર જિલ્લા વિસ્તારમાંથી હદપાર કરવા હુકમો કરતા જે હુકમો અન્વયે (૧) ભાવનાબેન ધનજીભાઈ સોલંકી (ઉ.વ. ૩૮) રહે. બુદ્ધનગર પિતૃકૃપા હોટેલની પાછળ ઝૂપડપટ્ટી વેરાવળ (શા.), (૨) નાથીબેન અજમલભાઈ માલાણી (ઉ.વ.૭૧) રહે. ફલોટેક કારખાના પાસે, શાપર (વે.) (૩) ભારતીબા કિશોરસિંહ જાડેજા (ઉ.વ. ૪૦) રહે. જૂના પાવર હાઉસ સામે મફતિયાપરા શાપર (વે.) (૪) વાલીબેન તીખાભાઈ હાજાણી (ઉ.વ. ૪૮) રહે. મીના કાસ્ટીંગ ગેટ પાસે શાપર (વે.) (૫) રામીબેન હિરાભાઈ માલાણી (ઉ.વ. ૭૦) રહે. જૂના પાવર હાઉસ પાસે શાપર (વે.) (૬) લાખાભાઈ કરમણભાઈ ચારણ (ઘોડા) (ઉ.વ. ૨૬) રહે. જૂના પાવર હાઉસ પાસે શાપર (વે.) હદપાર થયા છે. પોલીસ ઈન્સપેકટર એ.આર. ગોહિલ તથા એલ.સી.બી. શાખાનો સ્ટાફ તથા શાપર-વેરાવળ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઈન્સ્પેકટર કે.એ. ગોહિલ તથા એ.એસ.આઈ. લક્ષ્મણભાઈ ખીમસુરીયા, પો. હેડ કોન્સ. દિલીપભાઈ કાળોતરા, વિરભદ્રસિંહ વાઘેલા તથા પો. કોન્સ. રવિરાજસિંહ ઝાલા, રસીકભાઈ જમોડ, નરેશભાઈ લીબોલા દ્વારા આ કામગીરી કરવામાં આવેલ છે.

(11:47 am IST)