Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

લગ્નના પાંચ દિવસમાંજ વંથલીની પરિણીતાને ત્રાસ

પતિ-સાસુ, ને નંદણ અને નણદોયા સામે ફરીયાદ

 

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા.ર૭ : લગ્નના પાંચ દિવસમાં જ વંથલીની પરિણીતાને પતિ સહિત સાસરીયાએ ત્રાસ આવપાનું શરૂ કરી ધમકી આપી હોવાની પોલીસમાં ફરીયાદ થઇ છે.

વંથલીમાં વાલીઝાપા વિસ્તારમાં રહેતા ઇમરાન યુસુફ સોખડા સાથે રૂકશાના નામની યુવતિના ગત વર્ષે લગ્ન થયેલ.

પરંતુ લગ્નના પાંચ દિવસ પછી પતિ ઇમરાન મોડી રાત્રે ઘરે આવતો હોય ેતેથી તેને રૂકશાનાએ મોડા આવવાનું કારણ પુછતા પત્નીને ગાળો કાઢી માર મારવાની ધમકી આપી હતી.

આ અંગે રૂકશાનાએ સાસુ ફાતમાબેનને કહેતા તેણે અને  નણંદ જીલુબેન યાસીન, નણદોયા, યાસીન ભીખુભા આગવાન અને નાની નણંદ સલમાએ રૂકશાનાને નોકરાણીની જેમ રાખી અને માતા-પિતા સાથે ફોનમાં વાત કરવા નહિ દઇ તેમજ તેમના ઘરે જવા ન દઇ ત્રાસ આપ્યાની ફરીયાદ થતા વંથલી પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

(12:50 pm IST)