Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

જામનગરમાં ફલેટના પાર્કિગમાં સુતેલા ચોકીદારના ઘરમાં જ બે મહિલા કળા કરી ગઇઃ ૫૧૦૦૦ની ચોરી

 

જામનગર, તા.૨૭: અહીં સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કીર્તિસિંગ ગોરેસિંગ ઠાકુર એ ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી કીર્તિસીંગના  દિગ્વીજય પ્લોટ, શેરી નં.–૭–૮ મંગમમ રેસીડેન્સીના પાર્કિંગમાં પોતાના રૂમની બહારથી આંકડી મારી બહાર પાર્કિંગમાં સુતા હોય ત્યારે કોઈ બે અજાણી સ્ત્ર્રી ચોર ઈશમ ફરીયાદી કીર્તિસીગ ના રૂમમા આંકડી ખોલી રૂમમાં પ્રવેશ કરી કબાટમાં રાખેલ રોકડા રૂપિયા પ૧,૦૦૦/– ની ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

સગીરાનું અપહરણ

પંચ એ પોલીસ સ્ટેશનમાં રૂપસિંહ પાતલ્યાભાઈ ભુરીયા, ઉ.વ.૪૯, રે. મઘ્યપ્રદેશ રાજયના ઢેમલા ગામ કખેડાપુારા) તા.રાજપુર, જિ. બડવાની એ ફરીયાદ નોંધાવી છે કે, ફલ્લા ગામની સીમ, હસમુખભાઈ અઘેરાની વાડીએ ફરીયાદી રૂપસિંહની સગીર વયની દિકરી ઉ.વ.૧પ વર્ષ, ૭ માસ, ૧પ દિવસ વાળી ને આરોપી મુકેશ નેરૂભાઈ મહેડા ,રે. ચીમનીયાપુર ગામ, જિલ્લો બુરહાનપુર વાળો અપહરણ કરી લઈ જઈ ગુનો કરેલ છે.

દારૂ સાથે ઝડપાયા

અહીં સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોનસ. વનરાજભાઈ ભગુભાઈ ખાવડ એ ફરીયાદ નોંધાવી છે કે,  તળાવની પાળ, પાબારી હોલ પાસે, મહેશભાઈ જગદીશભાઈ શ્રીમાળી, ઈંગ્લીશ દારૂની કંપની શીલબંધ બોટલ નંગ–૧, કિંમત રૂ.પ૦૦/– ની રાખી નીકળતા ઝડપાઈ ગયેલ છે.

સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. જીતેન્દ્રસિંહ મહીપતસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, હિરજી મીસ્ત્ર્રી રોડ, મોર્ડન પાનની સામેના ભાગે, કૃષ્ણ કોલોની, પારસ એપાર્ટમેન્ટના બીજા માળે, મકાન નં.૧પ, જામનગરમાં દિપકભાઈ ઉર્ફે દિપુ સરગમ ગોવિંદભાઈ ખીચડા, બીયર ટીન નંગ–૪ જે એક ટીનની કિંમત રૂ.૧૦૦૦/– લેખે કુલ કિંમત રૂ.૪૦૦/– ની રાખી આરોપી દિપક ઉર્ફે દિપુ ફરાર થઈ ગયેલ છે.આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(12:52 pm IST)