Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

જૂનાગઢનાં ઇવનગરમાં જાહેરમાં જુગાર રમતી મહિલા સહિત ૭ની ધરપકડ

રાણપુરમાંથી આઠ અને કેશોદમાંથી પાંચ જુગારી ઝબ્બે

જૂનાગઢ, તા.૨૭: જૂનાગઢ તાલુકાના ઇવનગર ગામે તાલુકા પોલીસે જુગાર અંગે દરોડો પાડીને વલ્લભ વેલનાથ વાઘેલા, સુનિલ મુકેશભાઇ ચોટલીયા, ઉમેશ  ભોલાભાઇ વેલજી લીંબડ, જયેશ મનસુખભાઇ નરોલીયા, પરસોતમ જેરામ ટીલવા અને મંજુબેન ભનુભાઇ ચાવડાને રૂ.૧૪૫૯૦નાં મુદામાલ સાથે જુગાર રમતા પકડી પાડયા હતા. આ ઉપરાંત ભેંસાણના રાણપુરમાંથી પોલીસે હાર્દિક પુરણગીરી મેઘનાથ, દિપેશ ચતુરભાઇ ગોંડલીયા, શિવાંગ લાભુભાઇ કેવડીયા સહિત આઠ જુગારીની પોલીસે રૂ.૪૪૨૩૦ના મુદામાલ સાથે ધરપકડકરી તમામની સામે કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ કેશોદમાં પૂજાપલી સોસાયટીમાં જાહેરમાં રોન પોલીસ જુગાર રમતા રાજેશ સરમણ કરંગીયા, ખીમા કારાભાઇ ગરચર, વિજય ગોરધન સોલંકી સહિત પાંચ શખ્સોને પોલીસે રૂ.૩૭૫૦ સાથે પકડી પાડયા હતા.

(12:55 pm IST)