Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

રાજુલા અને નાગેશ્રી વિસ્તારમાં બે અકસ્માતમાં બે મોતઃ અકસ્માત બાદ બસને સળગાવી નુકશાન કર્યુ

 

અમરેલી, તા. ૨૭ :. જૂની માડરડી ગામે રહેતા છગનભાઈ મોહનભાઈ મકવાણા (ઉ.વ. ૬૫) રાજુલા ખાણેથી કામ કરી ચાલીને ઘરે આવતા હતા ત્યારે રાજુલાથી કુંડલા રોડે ધાતરના પૂલ પાસે કોઈ અજાણ્યા વાહન ચાલકે હડફેટે લઈ પછાડી ગંભીર ઈજા પહોંચાડી મોત નિપજાવી નાસી ગયાની પુત્ર ભરતભાઈ મકવાણાએ રાજુલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

નાગેશ્રી ઉના હાઈવે રોડ ઉપર જય માતાજી પર બાઈક લઈ જતા હતા ત્યારે ભાભલુભાઈ બદરૂભાઈ વરૂ (ઉ.વ. ૬૧) રહે. બાલાનીવાવવાળાના બાઈકને લકઝરી બસ જી.જે. ૦૩ એ.ઝેડ. ૫૭૭૫ના ચાલકે હડફેટે લઈ ગંભીર ઈજા કરી મોતક નિપજાવ્યાની જગુભાઈ વરૂએ નાગેશ્રી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી. જ્યારે આ અકસ્માતનો બનાવ બનતા સંજય જગુભાઈ વરૂ, પહુ પહુ મધુભાઈ વરૂ, નિકુલ કલ્યાણભાઈ, આલમશેખ ખરાનીશેખ રોલેસીયા સહિતના ૭ થી ૮ અજાણ્યા માણસોએ ગેરકાયદેસર મંડળી રચી પોતાનો સમાન ઈરાદો પાર પાડી સુધીરભાઈ વલ્લભભાઈ રંગપરીયા રહે. અમરેલીવાળાની ટ્રાવેલ્સ બસને સળગાવી નુકશાન કર્યાની નાગેશ્રી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

છતર ચોરાયા

અમરેલી ટાવર નજીક બહુચરાજી માતાના મંદિરમાં કોઈ અજાણ્યા શખ્સે બહુચરાજી માતા તેમજ લક્ષ્મી માતાજીના મંદિરની મૂર્તિ ઉપર ચડાવેલ ચાંદીના રૂ. ૧૦,૦૦૦ની કિંમતના બે છતર ચોર્યાની હિતેશભાઈ નવનીતલાલ આડતીયાએ અમરેલી સીટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

જુગાર રમતા

સાવરકુંડલા ખોડિયારનગર શે.નં. ૧માં જુગાર રમતા રાજેશ જયંતીભાઈ મારૂ, મુકેશ પોપટભાઈ લાડવા, ભાવેશ નરભેરામભાઈ વાજાને એ.એસ.આઈ. છબીલદાસ ટીલાવતે રોકડ રૂ. ૬૫૨૦ સાથે ઝડપી પાડયા હતા.

(12:58 pm IST)